વાસણભાઈ આહિરને મંત્રી બનાવાતા ભેરાઈ ગામે આહિર સમાજ દ્વારા આતશબાજી કરાઈ

650
guj28122017-1.jpg

રાજુલાના ભેરાઈ ગામે વાસણભાઈ આહિરને રાજ્યકક્ષાના મંત્રી જેવું ઉચ્ચ પદ મળવાથી ઠેર ઠેર ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો હતો.
રાજુલા તાલુકાના ભેરાઈ ગામ સહિત રામપરા, કોવાયા, જોલાપુર, ઉટીયા, હડમતીયા, દેવકા, ખાંભલીયા, બારપટોળી, હિંડોરડામાં આહિર સમાજના દરેક ગામમાં ફટાકડા, અબીલ ગુલાલથી ઉત્સવ મનાવાયો હતો. કારણ કચ્છ અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરનો જનતા પ્રત્યે દબદબો જેમાં તેમણે આ વખતે પણ ૪૭ર૮ મતોથી વિજય બની ગઈકાલે વિજયભાઈ રૂપાણી સરકારે તેમને રાજ્યકક્ષાના મંત્રી જેવા ઉચ્ચ હોદ્દા પર બેસાડી સમગ્ર ગુજરાત ઉપરાંત હિન્દુસ્તાનના આહિર સમાજનું ગૌરવ વધાર્યુ છે. તેના માનમાં હાલ બાબરીયાવાડના રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના આહિર સમાજે ઠેર ઠેર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો તેમજ કોંગ્રેસમાંથી રાજુલા બેઠક અંબરીશભાઈ ડેરને જંગી બહુમતીથી વિજેતા બનાવવામાં જેનો સિંહફાળો છે તેવા ભેરાઈ ગામના સમસ્ત આહિર સમાજ અગ્રણી બાબુભાઈ રામ દ્વારા ભેરાઈ ગામે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરને લાવી શાહી સન્માનના કાર્યક્રમની ઘોષણા કરી છે. તારીખ સમય વાસણભાઈ આહિર કહેશે તે બાબુભાઈ રામ અને અંબરીશભાઈ ડેર ધારાસભ્ય તરફથી શાંતિ રૂએ કોઈપણ રૂએ નહીં. આહિર સમાજના સંગઠન માટેનો કાર્યક્રમ જોરદાર બનાવવા આજથી જ તડામાર તૈયારીઓ થઈ રહી છે.

Previous articleરાજુલાના રામપરા (ર) ગામે શાકોત્સવ અને લોકડાયરાનું કરાયેલું આયોજન
Next articleઘોઘા ખાતે મહિલા ખેડૂત સંમેલન યોજાયું