મોટા રોકડ વ્યવહારો, નાણાંકીય લેવડ-દેવડ પર ચાંપતી નજર રખાશે

656
gandhi9112017-1.jpg

વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડતા ઉમેદવાર અથવા તેના ધર્મપત્ની કે સંતાનોના બેંક ખાતામાંથી રૂ. ૧ લાખ કરતા વધુ રકમ જમા કરાવવામાં આવે અથવા ઉપાડવામાં આવે ત્યારે તે અંગેની જાણ સંબંધિત બેંકે જિલ્લામાં નિમાયેલા બેંકના નોડલ અધિકારી અને સંબંધિત આર.ઓ. ને જાણ કરવા માટેની સૂચના આજરોજ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીશ પટેલે જિલ્લાની વિવિધ બેંકના અને પોસ્ટના અધિકારીઓને આપી છે. 
 ગાંધીનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે અને કોઇ પણ નાણાંકીય લેવડ-દેવડ ખોટી રીતે ન થાય તેની પર ચાંપતી નજર રાખવા માટે આજરોજ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સતીશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી અને એક્ષ્પેન્ડીચર મોનીટરીંગના નોડલ ઓફિસર દેવાંગ દેસાઇની બેંક તથા પોસ્ટના અધિકારીઓ સાથે બેઠક યોજીઇ હતી. 
ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારે ફરજીયાતપણે ચૂંટણી ખર્ચે અર્થ અલગ બેંક ખાતું ઉમેદવારી ભરવાના એક દિવસ પહેલા ખોલાવાનું છે. આ હેતુસર ઉમેદવાર આપની બેંક કે પોસ્ટમાં ખાતુ ખોલાવા આવે ત્યારે સહયોગ આપવાની સૂચના આપી હતી. તેમજ જરૂરી માહિતી ખાતુ ખોલાવતી વખતે તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. રાજકીય પક્ષોના ખાતામા રૂ. ૧ લાખ કરતા વધુ રકમની આપ – લે થાય ત્યારે તેની જાણ અચૂક રીતે નોડલ અધિકારીને કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તે ઉપરાંત બેંકમાં આવતા ગ્રાહકોમાં મતદાર જાગૃતિ ફેલાય તેવી માટે યોગ્ય વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.  
આ બેઠકના આરંભે એક્ષ્પેન્ડીચર મોનીટરીંગના નોડલ અધિકારી દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે, બેંક દ્વારા જયારે કોઇ પણ રોકડ રકમ અન્ય શાખા કે એ.ટી.એમમાં મોકલવામાં આવે ત્યારે સંપૂર્ણ વિગતો પ્રમાણપત્ર તેમજ બેંક અધિકારીના સંપર્ક નંબર આપવા  જણાવ્યું હતું. તેમજ કેશવાનના કર્મચારીઓને ઓળખપત્ર આપવા માટે જણાવ્યું હતું. તે ઉપરાંત લાંબા સમયથી સુસુપ્ત અવસ્થામાં રહેલા બેંક ખાતામાંથી રૂપિયા એક લાખથી વધુ રકમની લેવડ- દેવડ કોઇ પણ પ્રકારે કરવામાં આવે ત્યારે તેની ખાસ નોધ સાથે નોડલ અધિકારીને માહિતી આપવા જણાવ્યું હતું. ભૂતકાળમાં આરટીજીએસ દ્વારા અન્ય એકાઉન્ટ ધારકોના ખાતામાં ટ્રાન્સફર થતી ન હોય તેવા ખાતા દ્વારા કોઇ નાંણાનો વ્યવહાર એક કરતાં વધુ ખાતામાં દેખીતા કારણોસર કરવામાં આવે તે અંગે પણ નોડલ અધિકારીને જાણ કરવા જણાવ્યું હતું.