અજય જાડેજાનો આત્મવિશ્વાસ સેમીનાર યશવંતરાયમાં યોજાયો

670
bvn9112017-7.jpg

ભાવનગર ક્ષત્રિય રાજપૂત સમાજની સંસ્થાઓ દ્વારા આજરોજ યશવંતરાય હોલ ખાતે ર કલાકનો આત્મવિશ્વાસ સેમીનાર યોજાયો હતો. ક્ષત્રિય પરિવારના યુવા ભાઈ-બહેનો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તે માટેના આ સેમીનારમાં લક્ષ્ય, આત્મવિશ્વાસ, સ્વભાવ, એક્તા, મદદ, ગુસ્સો દુર કરવો, ડર દુર કરવો, અંધશ્રધ્ધા વગેરે પ્રેક્ટીકલ દ્વારા શીખવવામાં આવ્યું હતું. આજના યુવાનોમાં જનરલ નોલેજની ખુબ જ ખામી છે. તેઓએ પ્રેક્ટીકલ જ્ઞાન ક્યાંયથી મળતું નથી. નાની બાબતોમાં ગુસ્સે થવું, નાસીપાસ થવું વગેરે વિષયને ડો.અજયસિંહ જાડેજાએ સારી રીતે સમજાવ્યા હતા. સંસ્થાઓ વતી સંજયસિંહ ઝાલા અને તેમની ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.