મહુવામાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી લીધા

625
bvn9112017-4.jpg

મહુવામાં સાંઈબાબાના મંદિર પાસે ઈંગ્લીશ દારૂનો થેલો ભરી ઉભેલા બે બુટલેગરોને મહુવા પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી આધારે રેડ કરી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પીએસઆઈ જે.પી.ચૌધરી અને હેડ કોન્સ. અમોદેવસીંહ ઝાલા,  પો.કોન્સ ભદ્રેશભાઇ ગણેશભાઇ, અલ્તાફભાઇ ગાહા, વિરૂભાઇ નથુભાઇએ રીતેના આજરોજ બપોરના સમયે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મહુવા સાયબાબાના મંદિર પાસે વિજયભાઇ સોમતભાઇ મકવાણા તથા દીનેશભાઇ ભોળાભાઇ ભાલીયા રહે. બન્ને ખોડીયારનગર, મહુવા વાળા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે કોઇની રાહ જોઇને ઉભા છે. તેવી હકીકત મળતા જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા સાયબાબાના મંદિર પાસે બે ઇસમો ભુરા કલરના થેલા સાથે વિજયભાઇ મકવાણા ઉ.વ.૩૨, દિનેશભાઇ ભાલીયા ઉ.વ.૨૩ પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ની ૧૮૦ એમ.એલ. ની બોટલ નંગ -૭૦ મળી આવતા જેની કિ.રૂ.૭૦૦૦/- ગણી પંચનામાની વિગતે જેમની તેમ તપાસ અર્થે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં  આવેલ છે.