શ્લોક રેસીડેન્સીના બંધ મકાનમાંથી રોકડ, દાગીના મળી ૮ લાખની ચોરી

685
bvn28102017-9.jpg

શહેરના વાઘાવાડી રોડ પર ઘરશાળા સ્કુલની પાછળ આવેલ શ્લોક રેસીડેન્સીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાની નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના જાણીતા ડો.ટીપનીશના વાઘાવાડી રોડ પર ઘરશાળા સ્કુલની પાસે શ્લોક રેસીડેન્સી બ્લોક નં.૩૦૧ના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના તાળા-નકુચા તોડી તિજોરી અને કબાટમાં રૂા.પ લાખ મળી કુલ રૂા.૭.૯પ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ નિલમબાગ પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અતુલભાઈ કુમારભાઈ ટીપનીશની ફરિયાદ નોંધી વધુ તપાસ પી.આઈ. કે.જે. રાણાએ હાથ ધરી છે.