ક.પરા, પોપટનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

794
bvn28102017-8.jpg

શહેરના કરચલીયાપરા પોપટનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ગેમ્બલરોને વિજીલન્સ ટીમે રેડ કરી ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કરચલીયાપરા પોપટનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અમીત ધીરૂભાઈ ગોહિલ, મનિષ બટુકભાઈ પરમાર, હરેશ ઉર્ફે કાળો દિનેશભાઈ વાઘેલા અને રવજી ઉર્ફે ભુરો બટુકભાઈ ગોહિલને વિજીલન્સ ટીમે બાતમી રાહે રેડ કરી રોકડા રૂા.૧૧,૧૮૦ની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી ગંગાજળીયા પોલીસને સોંપી દીધા હતા.

Previous articleબંદર રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝબ્બે
Next articleશ્લોક રેસીડેન્સીના બંધ મકાનમાંથી રોકડ, દાગીના મળી ૮ લાખની ચોરી