બંદર રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝબ્બે

754
bvn28102017-12.jpg

શહેરના બંદર રોડ પર મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને ગંગાજળીયા પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ બંદર રોડ પર મેલડી માતાના મંદિર પાસે તીનપત્તીનો જુગાર રમતા જેન્તી ઉર્ફે કાતીયો બાબુભાઈ વાઘેલા, હરીસંગ એચ. રાઠોડ, મગન મધુભાઈ ડાભી, બાબુ બચુભાઈ, રમેશ શ્યામલાલ જાદવ, આરીફ ગફારભાઈ કાલવા અને ખોડીદાસ લાલાભાઈને ગંગાજળીયા પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી બે મોબાઈલ અને રોકડ મત્તા મળી કુલ રૂા.૩૪,૬૬૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.