ચાર વર્ષથી ગુન્હામાં ફરાર મહુવાનો શખ્સ ઝડપાયો

793
guj16112017-3.jpg

મહુવા પોલીસ મથકમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલ ગુન્હામાં ફરાર આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈ મહુવા પોલીસને સોંપી દીધો હતો. એલ.સી.બી.ની ટીમ ભાવનગર જિલ્લાનાં તળાજા તથા મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામડા તથા મહુવા સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન મહુવા,એસ.ટી. બસ સ્ટેશન પાસે આવતાં હેડ કોન્સ. શિવરાજસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,મહુવા પો.સ્ટે.ના ઇ.પી.કો.કલમઃ-૩૬૩, ૩૬૬ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી રવજીભાઇ ભગવાનભાઇ મેર રહે.મુળ-ડોળીયા તા.મહુવા હાલ-ફાતીમા સોસાયટી, મહુવાવાળો હાલમાં થ્રી વ્હીલ ટેમ્પો રજી. નં.જીજે-૦૪- ડબલ્યુ ૪૫૫૭ ચલાવે છે.તેણે ભુખરા કલરનું પેન્ટ તથા સફેદ તથા સીલેટીયા કલરનો શર્ટ પહેરેલ છે.તે આ ટેમ્પા સાથે ડ્રાયવીંગ સીટ ઉપર બેસી ઉમણીયાવદર ગામ તરફ જતી નળમાં પેસેન્જરની વાટ જોઇ ઉભો છે.તે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતાં રવજીભાઇ ભગવાનભાઇ મેર હાજર મળી આવેલ. જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેને ભાવનગર, એલ.સી.બી. પોલીસ ટીમે મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં મહિપાલસિંહ શિવરાજસિંહ તરૂણભાઇ નાંદવા, ધર્મેન્દ્દસિંહ સરવૈયા, સંજયસિંહ ઝાલા તથા ડ્રાયવર ધર્મેન્દ્દસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleકવાટથી ગારિયાધાર જતી એસટી બસમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
Next articleશાકભાજીના ભાવ ગબડતાં ખેડૂતોને મજૂરીનો ખર્ચ મેળવવાના પણ ફાંફા