નારી ચોકડીથી બોરતળાવ સુધીમાં આડેધડ હોર્ડીંગ્સથી લોકો મુશ્કેલીમાં

580
bvn1011-2017-4.jpg

નારી ચોકડીથી બોરતળાવ નાકા સુધીમાં આડેધડ બોર્ડ-હોર્ડીંગ્સના હાઈવે ઉપર ભારે દબાણના પરિણામે રાહદારીઓ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય જવા પામેલ છે. ખાસ કરીને નારી ચોકડી આખલોલ મહાદેવ પુલ અને ફુલસર-મા.યાર્ડ ચોકડી આ સમસ્યા ભારે વકરીને રોડ સાઈડને અડીને આ મોટા-મોટા બોર્ડ ભારે હાલાકી સર્જી શકે છે. ગેરકાયદેસર ઉભી કરવામાં આવતી કમાનો અને દરવાજાઓ એકાદ મહિના સુધી હટાવવામાં આવતા નથી. જાહેર કાર્યક્રમો પુરા થવા છતાં આ બોર્ડ હટવાનું નામ નથી. રોડ ઉપર તુટી પડે, ભાંગી જાય ત્યાં સુધી ઉભા રહે છે. થોડા દિવસો પહેલા નારી ચોકડી ઉપર રાજકિય પક્ષનું જાહેરાત બોર્ડ રોડ ઉપર તુટી પડતા રાહદારીઓએ આ ભારે બોર્ડ હટાવેલ. આખલોલ મહાદેવ પુલ મામાના ઓટા પાસે રોડ ઉપર બહાર નિકળેલ બોર્ડ લક્ઝરી બસનો આગળના કાચ તોડી નાખતા ભારે નુક્શાની થવા પામેલ. આ બોર્ડ હજુ જોખમી લટકે છે.