આંતર કોલેજ સ્કવોશ સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન

676
bvn1011-2017-7.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી શારીરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ સ્કવોશ રેકેટની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ટીમે તેમની હરિફ ટીમોને પરાજીત કરીને વોલીબોલની ફાઈનલ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.
ભાવનગર યુનિવર્સિટીમાં વોલીબોલની સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા આપી હતી. 

Previous articleજે.કે.સરવૈયા કોલેજ દ્વારા સ્વસ્થ ભારત અંગે કાર્યક્રમ
Next articleવિધવા બહેનોને કરીયાણા કીટ વિતરણ