આચારસંહિતાના નામે ઉદ્યોગપતિઓને હેરાન કરાતા હોવાની ચેમ્બરની ફરિયાદ

752
bvn1011-2017-13.jpg

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની યાદીમાં જણાવ્યા મુજબ વેપારી-ઉદ્યોગપતિઓને પોતાના વ્યવસાયની કામગીરી અંગે રોકડ નાણાની હેરફેર કરવાની જરૂરીયાત રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે આચારસંહિતા અમલમાં હોય વેપારીઓ-ઉદ્યોગપતિઓને આચારસંહિતાના નામે ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોય છે. આ અંગે ચેમ્બર પ્રમુખ મહેશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ સુનીલભાઈ વડોદરીયા, માનદ કોષાધ્યક્ષ કિરીટભાઈ સોની સહિતનું એક પ્રતિનિધિ મંડળ આજરોજ અધિક કલેક્ટર ઉમેશભાઈ વ્યાસને રૂબરૂ મળી ખોટી હેરાનગતિ ન થાય તે માટે સ્ટાફને જરૂરી સુચના આપવા ભારપૂર્વક રજૂઆત કરેલ, તેના સંદર્ભમાં અધિક કલેક્ટરે વેપારીઓ અને ઉદ્યોગકારોને હેરાનગતિ નહીં થાય તેની ખાતરી આપેલ, આમ છતાં કોઈને હેરાનગતિ થાય તો કન્ટ્રોલ રૂમના નંબર ૧૮૦૦ર૩૩૦ર૭૮ અથવા નોડલ ઓફિસર, ખર્ચ મોનીટરીંગ સેલ તથા ડીડીઓ આયુષ ઓકના નંબર ૯૯૭૮૪૦૬ર૩૦ અથવા અધિક કલેક્ટર ઉમેશ વ્યાસના નંબર ૯૯૭૮૪૦પ૧૭૮ ઉપર જાણ કરવી. આ રજૂઆતમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ સમીરભાઈ શાહ અને ચેરમેન મહેન્દ્રભાઈ શાહ પણ જોડાયેલ હતા.

Previous articleગેરકાયદે દબાણો હટાવાયા
Next articleમીરાકુંજ ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં સાંસદ, ધારાસભ્ય, મેયરની ઉપસ્થિતિ