અમદાવાદમાંથી ૬ કિલો ચરસ સાથે બે ઝડપાયા

718
guj10112017-10.jpg

અમદાવાદ નરકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી ઓએ ગત મોડી રાત્રે બાતમીના આધારે જુહાપુરા માંથી બે સ્થાનિક લોકોને રૂપિયા ૩૫ લાખની કિંમતના ૬ કિલો ચરસ ના સાથે ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચરસનો જથ્થો કશ્મીરથી લાવ્યો હતા. નારકોટિક્સ અમદાવાદના ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું કે અમને બાતમી મળી હતી કે આબિડ શેખ અને ઇન્તેકામ આલમ નામના બન્ને શખ્સો જુહાપુરા રોડ પરથી આ નશાનો સામાન સ્પલાય કરી રહ્યા છે. આ બાતમીના આધારે આ બંન્નેને પોલીસે ઝડપી લીધા છે. આ લોકો આ જથ્થો સ્થાનિક બાઝરમાં સપ્લાય કરવાના હતા.
નોંધનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું. આ અગાઉ પણ બન્ને ઇસમોની ડ્રગ્સની હેરાફેરી કરી હોવાની શકયતા પણ તપાસવામાં આવી રહી છે.  એનસીબી એ આ અંગે એનડીપીસેસ એક્ટ ની કલમ ૮ (ક),૨૦ (બી),૨૫ અને ૨૯ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે કાશ્મીરથી આવેલા આ ચરસના તાર આતંકવાદ અને પાકિસ્તાન સાથે પણ જોડાયેલા હોઇ શકે છે. જો કે આ મામલે પોલીસે હાથ વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે આમ પણ સધન તપાસ કરવામાં આવે છે તેમ છતાં કેવી રીતે આ જથ્થો કાશ્મીરથી અમદાવાદ સરળતાથી પહોંચી ગયો તે અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Previous articleમીરાકુંજ ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં સાંસદ, ધારાસભ્ય, મેયરની ઉપસ્થિતિ
Next articleકોંગ્રેસે પાવરલૂમ સેક્ટર માટે કંઇ પણ કર્યું જ નથી : સ્મૃતિનો આક્ષેપ