દામનગરમાં ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શસ્ત્રપૂજન, મહારેલી યોજાઈ

712

દામનગર શહેરમાં સમસ્ત ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્ત્ર પૂજા મહારેલીનું સુંદર આયોજન દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા સામુહિક શસ્ત્ર પૂજા કરાય શસ્ત્ર પૂજા બાદ રેલી રૂપે શહેરની પટેલ વાડી ખાતેથી તલવાર બાજી અને ભાલા બરશી સહિતના શસ્ત્રોના કરતબ સાથે જય જય ભવાનીના નાદ સાથે રેલી પ્રસ્થાન થઈ સરદાર ચોક થઈ વેજનાથ મહાદેવ મંદિર થઈ પુનઃ પટેલ વાડી ખાતે પધારી જ્યાં ક્ષત્રીય સમાજ શ્રેષ્ટિ ઓ દ્વારા મનનીય વક્તવ્ય અપાયું ધર્મ રક્ષા ગૌરક્ષા રયત્ત નું રક્ષણ કરવા ની ફરજ સહિત ક્ષત્રીય ગુણો ઇતિહાસ ના અમર રાજપૂતો ના સદગુણ ના દાખલા સાથે સમાજ અગ્રણી ઓ ની શીખ આપતી ટકોર શિક્ષિત બનો સંગઠિત બનોનું સુત્ર આપેલ.

દામનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારો ભુરખિયા તાજપર રામપર ભટવદર ધામેલ ભાલવાવ કાચરડી નવાગામ મેમદા મેથળી ચભાળિયા સહિત લાઠી તાલુકા ભર ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ક્ષત્રીય સમાજે દામનગર પટેલ વાડી ખાતે શસ્ત્ર પૂજા કરી રેલી યોજી હતી જેમાં રાજપૂત યુવા સંગઠન દ્વારા તલવાર બાજી સહિત ના કરતબો દર્શાવ્યા હતા.

Previous articleરાજુલા-જાફરાબાદ સુર્યસેના દ્વારા શસ્ત્ર પુજન – અશ્વ રેલીનું આયોજન
Next articleજાફરાબાદ લાયન્સ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ ઉત્સવ યોજાયો