રાજુલામાં ભાજપના હોદ્દેદારોએ ઘેર ઘેર લોકોનો સંપર્ક કર્યો

660
guj11112017-2.jpg

રાજુલાના હઠીલા હનુમાનદાદાથી વેપારીથી લઈ ગરીબ લોકોના ઝુપડે-ઝુપડે મુલાકાત લઈ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી સાથે વેપારીઓ પણ જોડાયા હતા.
રાજુલા ખાતે હઠીલા હનુમાનજી મંદિરથી રાજમાર્ગો પર ડોર ટુ ડોર વેપારીઓની રૂબરૂ મુલાકાતમાં પાછલા ર૦ વર્ષની પોતાની ધારાસભ્ય પદ બેસાડનાર જનતા પ્રત્યેની પોતાની પ્રમાણિક્તા વેપારીના મુખે સાંભળવા હઠીલા હનુમાનથી હોસ્પિટલ ટાવર પોલીસ મથક પાસેથી હેઠલી બજાર સુધી પગપાળા વેપારીઓનો પોતાના પ્રત્યે કેવો ભાવ છે તે જાણવા સારૂ ગરીબોના ઝુપડે-ઝુપડે દુર્લભનગર એરીયામાં પણ રૂબરૂ મુલાકાતે ભાજપ ટીમના જિલ્લા અધિકારી ડો.હિતેશભાઈ હડીયા, શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, રવુભાઈ ખુમાણ, દિલીપભાઈ જોશી, વનરાજભાઈ વરૂ, ગજેન્દ્રભાઈ પરમાર, વેપારી એસોસીએશનના હોદ્દેદારોએ વેપારીઓમાંથી હીરાભાઈ સોલંકી પ્રત્યેનો જે ભાવ ઠેર-ઠેર જોવા મળે છે. વેપારીઓને રાજુલાના વિકાસ બાબતે પુછતા તમામ વેપારીઓએ નિખાલસતાથી જવાબ આપ્યો કે અમોએ જે ર૦ વર્ષમાં જે રાજુલાનો વિકાસ થતા જોયો છે તેમાં અમોને સંતોષ છે અને વાતો કરવાની નથી સામે દેખાય છે રોડ-રસ્તા, નર્મદાનું પીવાનું પાણી અદ્યતન હોસ્પિટલ, આદર્શ નિવાસી અદ્યતન શાળા અને હોસ્ટેલ, માધ્યમિક શાળા, નવી પ્રાંત કચેરી જેવા અનેક વિકાસના કામો જનતા જોવે છે.