જે.એન. વિદ્યામંદિર, ધોલેરાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અંગે રેલી યોજાઈ

959
guj11112017-4.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે તારીખો જાહેર થઈ ચુકી છે ત્યારે મતદારો પોતાનો કિંમતી મત યોગ્ય, નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ હોય તેવા વ્યક્તિને મત આપવો જરૂરી બને છે.
ચાલુ વર્ષના અંતે યાને ડિસેમ્બર મહિનામાં રાજ્યના વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)ની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મતદારોમાં જાગૃતતા લાવવા તેમજ કેટલાક મતદારો તેમનો મત આપવામાં આળસ દાખવી મતદાન કરવા મતદાન કેન્દ્ર પર જતા જ નથી હોતા તેવા સંજોગોમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનથી વંચીત રહેતા નાગરિકોને મતદાન કરવા આહવાન કરાયું છે તો રાજ્ય સરકાર દ્વારા પણ મતદાતાઓને પોતે ઈચ્છિત તેવા ગુણશીલ, શિક્ષિત અને લોકહિતાર્થે કર્તવ્યનિષ્ઠ હોય તેવા વ્યક્તિને પોતાનો કિંમતી મત આપી ચૂંટી કાઢવો જોઈએ તો વળી કેટલાક સુત્રો પણ વહેતા કર્યા છે કે મે મત આપ્યો તમે પણ આપો દ્વારા એકબીજા મતદારો વચ્ચે સમજુતિ સાંધવી, લોભ કે લાલચ વિના મતદાન કરીશું અને લોક તંત્રનું સન્માન કરીશું જેવી બાબતો પર ભાર મુકાયો છે.
આમ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ધોલેરા ગામની શેરીઓ, જાહેર રસ્તાઓ પરથી પસાર થઈ સુત્રોચ્ચાર સાથે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજી હતી. રેલીમાં શાળાના આચાર્ય કે.ડી. ચુડાસમા, સી.ટી. જાની, ડી.આર. દવે, અમીત અસારી સહિતનો સ્ટાફ જોડાયો હતો અને સફળ રેલીનું આયોજન કર્યુ હતું.
 

Previous articleનંદકુંવરબા વોકેશનલ ટ્રેનીંગની વિદ્યાર્થીનીઓ વિક્ટોરીયાની મુલાકાતે
Next articleપાલીતાણામાં હઝરત ઈમામ હુસૈન ઈમામની ચેહલુમ નિમિત્તે ઝુલુસ