CCSમાં આજે પાંચ પૈકી બે મહિલાઓ છે: સુષ્મા

823
guj15102017-5.jpg

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આજે અમદાવાદમાં મહિલા ટાઉનહોલ કાર્યક્રમમાં આક્રમક નિવેદન કરીને તમામના દિલ જીતી લીધા હતા. સુષ્મા સ્વરાજે એકબાજુ પોતાની સરકારની કામગીરી અને તેના દ્વારા લેવામાં આવેલા જુદા જુદા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. બીજી બાજુ ભાજપને મહિલા વિરોધી ગણાવનાર કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ પોતાના અંદાજમાં જવાબ આપ્યા હતા. રાહુલે ગુજરાત પ્રવાસ દરમિયાન સંઘ અને ભાજપની મહિલાઓની ભાગીદારી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક મહિલાએ રાહુલ ગાંધીના નિવેદનને લઇને પ્રશ્નો કર્યા ત્યારે સુષ્માએ કહ્યું હતું કે, તેઓ આ વિષય ઉપર એજ કહેવા માંગે છે જે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. નેતાઓને આવી વાત કરવી શોભા આપતી નથી. રાહુલ    ગાંધી પાર્ટીના નાયબ અધ્યક્ષ છે અને તેમને અધ્યક્ષ બનાવવાની વાત થઇ રહી છે. સંઘમાં મહિલાઓની મંજુરી કેમ નથી જા તેવા પ્રશ્ન અમને કર્યા હોત તો અમે યોગ્ય જવાબ આપી શકીયા હોત પણ જે અભદ્રતાથી તેઓએ પ્રશ્ન કર્યો હતો તે રીતે આ પ્રશ્ન બનતો જ નથી. સુષ્માએ કહ્યું હતું કે, અમારી સરકારથી પહેલા ક્યારે કોઇ મહિલા કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીમાં સભ્ય ન હતી. ભાજપની સરકારમાં આ કમિટિમાં પાંચમાથી બે મહિલા છે. સીસીએસ કમિટિમાં મોદી અને ગૃહમંત્રી, વિદેશમંત્રી, નાણા અને સંરક્ષણ મંત્રી હોય છે.  સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, અમારી પાર્ટી વિરુદ્ધ વિરોધી પાર્ટીએ મહિલા વિરોધી કહીને બહું જ માછલા ધોયા, પણ ભાજપે ચાર ચાર મહિલાઓ મુખ્યમંત્રી બનાવી છે. આજે મોદીજીની કેબિનેટમાં ૬ કેબિનેટ મહિલાઓ છે. એનાથી પણ મહત્વપૂર્ણ વાત કે સીસીએસ કહેવાય છે. તેમાં ક્યારેય કોઈ મહિલા સીસીએસની કમિટીમાં કોઈ વિભાગ ક્યારેય કોઈ મહિલા હોતી નથી. પીએમ મોદીની અધ્યક્ષતામાં ચાર કેબિનેટ સભ્યોની ટુકડી તેની સભ્ય હોય છે. પીએમ મોદીએ પહેલીવાર અને વિદેશમંત્રી બનાવીને તેમાં હિસ્સો બનાવી. હવે નિર્મલા સીતરમણના આવવાથી ૫૦ ટકા મહિલાને પ્રતિનિધિત્વ સીસીએસમાં મળ્યું છે. મહિલા પ્રત્યે ભાજપની  વિચારધારા શું છે તે જાણો, કઈ રીતે સમસ્યાઓનું નિરાકરણ કરે છે તે તમારા પ્રશ્નોના જવાબ આપવા હું તૈયાર છું. સુષ્મા સ્વરાજના વક્તવ્યમાં ભારોભાર સૌજન્યતા, સૌમ્યતા છલકતા હતા. તેમણે પોતાની આગવી અદાથી અને વ્યÂક્તત્વથી હાજર તમામ મહિલાઓના મન મોહી લીધા હતા. સુષ્મા સ્વરાજ કહ્યું હતું કે, સશÂક્તકરણની વાત કરીએ તો આપણા મનમાં કેવળ રાજનૈતિક બાબતોનો ખ્યાલ આવે. ઉજ્જવલા યોજના મહિલાઓના સશÂક્તકરણ માટે મોટી યોજના છે. મહિલાઓને પરિવાર માટે રસોઈ બનાવવા લાકડા  લાવવા માટે કે ઇંધણ લાવવા માટે ચાર પાંચ ગાળવા પાડતા હતા. ત્યાં મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર આપીને તેમને ધણી રાહત આપવામાં આવી છે. પાસપોર્ટ આપવામાં પણ સરળ બનાવવામાં આવી છે. મહિલા પોતાના પૂર્વ પતિની જગ્યાએ માતા કે પિતાનું નામ લખાવી શકે છે. જા બાળકની કસ્ટડી માતાને મળી જાય તો એ જરૂરી નથી કે તેની પાછળ પિતાનું જ નામ લખવું જરૂરી નથી. સુષ્માએ કહ્યું હતું કે, પીએમ મોદીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે તે પછી પણ તેમણે આ સમસ્યાના નિરાકરણ માટે બેટી બચાવ, બેટી પઢાવ અભિયાન ચલાવ્યું. દેશમાં અને ગુજરાતમાં †ી જન્મ પર જે કુઠારાઘાત હતા તે દુર કરવા પ્રયત્નશીલ રહ્યા છે. બીજી વાત એ છે કે, ઘરેલુ હિંસા ધારામાં પણ જરૂરી ફેરફાર કરીને મહિલાઓને યોગ્ય સુરક્ષા મળે, તેમને કાયદાકિય સંરક્ષણ માટે અને જરૂરી હોય તો થોડા સમય માટે શેલ્ટર પણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જા કોઈ મહિલા તેની પાસે સહાયતા માંગે તો તેને યોગ્ય મદદ મળે તેવી પ્રશાસનને સુચના આપી દેવામાં આવી છે. દેશમાં ૧૬૫ સખી કેન્દ્રો ખુલ્યાં છે. કેન્દ્રો ગુજરાતમાં ત્રણ ખુલ્યા છે. તે રાજકોટ, સાબરકાંઠા, અને કચ્છમાં છે. પોલીસ વિભાગમાં મહિલાઓ માટે ૩૩ ટકા મહિલાઓ માટે રાખવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા માટે તમારા મોબાઈલ એક પેનિક બટન યોજના અમલમાં લાવવામાં આવી છે. તે દબાવવાથી તરત પોલીસ ત્યાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આત્મ સુરક્ષા માટે પણ સરકાર પગલાં લઈ રહી છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, †ીઓના સ્વાલંબન પર કામ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા મુદ્દા યોજના લાવવામાં આવી છે. ૩ લાખ ૯૬ હજાર કરોડની યોજનામાં જે લાભાÂન્વત થઈ છે તે મહિલાઓ છે.