જાફરાબાદ હાઈસ્કુલ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરાઈ

1604
guj962017-4.jpg

જા.કે.ઉ.મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કુલ તથા એન.કે.એસ.સી. મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા-જાફરાબાદમાં તા. પ-૯-ર૦૧૭ મંગળવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ધોરણ -૯ થી ૧રના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ શિક્ષકો અને આચાર્ય સુપરવાઈઝર બની શાળાનું સમગ્ર શિક્ષણ કાર્ય ઉસ્તાહપુર્વક કરેલ. જેમાં ધોરણ-૧૧ના વિદ્યાર્થી કરમટિયા કેતન આચાર્ય તરીકે, ધોરણ-૧રની વિદ્યાર્થીનીઓ- શિયાળ જલ્પા અને શિયાળ હેતલ સુપરવાઈઝર તરીકે અને અન્ય ભાઈ-બહેનોએ શિક્ષક તરીકે કામગીરી બજાવેલ શાળાની સમુહપ્રાર્થનાનું સંચાલન શિયાળ જલ્પા અને પરમાર સંજનાએ કરેલ. સિલ્હરપુર્વી અને બાંભણીયા ભાણજીએ ભજન રજુ કરેલ. શિયાળ કાનજી જોકસ રજુ કરેલ. ગોહિલ ઈન્દુ, ચૌહાણ સવિતા અને શેલાણા જાગૃતિએ શિક્ષકદિન વિશે વકતવ્ય રજુ કરેલ. આચાર્ય પુરોહિતે શિક્ષકદિનની શુભેચ્છા પાઠોેલ. સુપરવાઈઝર વિજયભાઈ પંડયા અને અમૃતલાલ પટેલે બાળકોને માર્ગદર્શન આપેલ. જયેશભાઈ પંડયા અને કલ્પેશભાઈ રાવ દ્વારા સારૂં શિક્ષણ કાર્ય કરાવતા બાળકોની તારવણી કરવામાં આવેલ. સમગ્ર સ્ટાફગણ દ્વારા સતત મોનીટરીંગ કરીને શીક્ષકદિનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. શિક્ષકદિનની પ્રવૃતિઓનું આયોજન કરવામાં અનિલભાઈ સાગઠિયા અને નારણભાઈ ઢગલ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાંઅ ાવેલ. કેમ્પસ ડાયરેકટર ગૌત્તમભાઈ જોશી, નિયામક રામાનંદી અને અશોકભાઈ પ્રજાપતિએ શુભેચ્છા પાઠવેલ.