કડી બાલમંદિરના નાના ભૂલકાઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઈ 

877
gandhi962017-1.jpg

ગાંધીનગરની કડી સંકુલમાં આવેલ સંસ્થા શ્રી વી. એમ. પટેલ કુમાર અને શ્રીમતી એચ. વી. પટેલ કન્યા બાલમંદિરમાં પ મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષણદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના નાના ભૂલકાઓએ શિક્ષક-શિક્ષિકાને અનુરૂપ પરિધાન ધારણ કરીને અને તેમના હાવભાવથી શિક્ષકોને પણ આશ્ચર્ય ચકિત કર્યા હતા. 
આ ઉપરાંત શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે બાળવાર્તા / બાળગીતની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુ.કે.જી. માં બાળગીત સ્પર્ધામાં પ્રજાપતિ હેત રાકેશભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ, જયારે સિ.કે.જી.માં વાર્તા સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાવળ રાજ હસમુખભાઈ પ્રથમ નંબરે આવેલ. 
આમ આ સમગ્ર કાર્યક્રમનો સ્ટાફ દ્વારા આનંદ ઉલ્લાસથી સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. 

Previous article ખેલ મહાકુંભની સ્કેટીંગ સ્પર્ધામાં ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઝળકયા
Next articleજાફરાબાદ હાઈસ્કુલ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરાઈ