ખેલ મહાકુંભની સ્કેટીંગ સ્પર્ધામાં ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઝળકયા

1159
gandhi962017-3.jpg

સમગ્ર રાજયમાં સ્વર્ણિમ ખેલ મહાકુંભ દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની રમત પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગરના વિદ્યાર્થીઓએ સ્કેટીંગ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં જેમ કે કોડ અને ઈનલાઈન સ્કેટીંગ તેમજ અલગ અલગ વય જુથમાં ૧૪ વર્ષથી નીચેની વયજુથ, ૧૭ વર્ષથી નીચેની વયજુથ તેમજ ઓપન વયજુથમાં ભાઈઓ તેમજ બહેનોની સ્પર્ધા તાજેતરમાં સ્કુલ ઓફ એચિવર, કુડાસણ, ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં બીએસકે૮ ટીમના ભાઈઓ તેમજ બહેનો જેઓ ગાંધીનગર સીટી તેમજ ગ્રામ્યમાં પ્રથમ, દ્વિતિય તેમજ તૃતિય નંબર લાવીને તેમનું તેમજ તેમની સ્કુલનું અને ગાંધીનગરનું નામ રોશક કરેલ છે. આગામી દિવસોમાં તેઓ રાજયકક્ષાએ પણ ખૂબ જ સારુ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમના કોચ ભાર્ગવ આયરે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.