મહુવા તાલુકાની રર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ દિને જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ

1048
bhav962017-11.jpg

ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકારની એક નવી પહેલના ભાગરૂપે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટે રાજ્યની પસંદ કરવામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભાવનગર જિલ્લાની કુલ ૭૬ શાળાઓને પસંદ કરવામાં આવેલ. આ પસંદ કરવામાં આવેલ શાળાઓમાં શિક્ષકદિને જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો શુભારંભ થયેલ છે. જે અન્વયે મહુવા તાલુકાની કુલ રર પ્રાથમિક શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ મળેલ છે, જેમાં મહુવા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪ પ્રાથમિક શાળાઓ પણ સામેલ છે. આ તમામ શાળાઓમાં સરકાર દ્વારા નિયુક્ત મહાનુભાવો અને લાયઝન અધિકારીઓએ જે તે શાળામાં ઉપસ્થિત રહી જ્ઞાનકુંજ પ્રોજેક્ટને વિધિવત લોકાર્પણ કરેલ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ કરવામાં આવેલ શાળામાં ધો.૭ અને ૮ના વર્ગો માટે સ્માર્ટ બોર્ડ સાથે ઈન્ટેરેક્ટિવ ઈ-ક્લાસ શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રોજેક્ટર, ઈન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઈ-ફાઈ રાઉટર સહિતની સુવિધા આપવામાં આવેલ. સાથોસાથ ધો.પ થી ૮ના તમામ વિષયોના તમામ એકમોનું ઈ-કન્ટેન્ટ પણ ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત મહુવા તાલુકાની બંદર વિસ્તાર પ્રા. શાળામાં શિક્ષક દિને મહુવા તાલુકાના ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.રમેશભાઈ લકુમના અધિકારી પદે અને મહુવા એમ.એસ.બી.-૯ના સીઆરસી કો-ઓર્ડીનેટર રમેશભાઈ સેંતાના લાયઝન અધિકારી પદે જ્ઞાનકુંજ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયેલ. શાળાના મુખ્ય શિક્ષક મુકેશભાઈ કાપડિયાના માર્ગદર્શન નીચે શાળામાં સુંદર આયોજન થયેલ.

Previous article રાજુલાના બર્બટાણા ગામેથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
Next article નીચા કોટડા પ્રા. શાળામાં ગેસની લાઈન લીકેજ થતા લાગેલી આગ