મહુવા તાલુકાના અને દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા નીચા કોટડા ગામે પ્રાથમિક શાળામાં ગેસ સિલિન્ડરની પાઈપલાઈન લીકેજ થતા આગ લાગી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાકિદે બહાર કાઢવામાં આવ્યા હતા. મહુવા થઈ ફાયરબ્રિગેડના જાણ કરવામાં આવી હતી પરંતુ શાળાના શિક્ષક શિવાભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે કાબીલેદાદ કામગીરી કરી અને મહામહેનતે લાગેલી પાઈપલાઈનની આગ કાબુમાં લીધી હતી અને જાનહાની ટળી હતી. આગ કાબુમાં નો આવી હોત તો મોટીસંખ્યામાં જાનમાલને નુકશાન થયું હોત. નિશાળ ૩ માળની બિલ્ડીંગ છે અને નીચે મધ્યાહન ભોજન માટે રસોઈ તૈયાર કરવા માટે ગેસ સિલિન્ડર ચાલુ હતો. આ બનાવ અંગે તપાસ કરીને જરૂરી પગલા ભરવા લોકમાંગ ઉઠવા પામી છે.