૧૮૧ અને ૧૦૮ સેવા મહિલાઓ માટે આશિર્વાદ

767
bvn932018-2.jpg

સરકાર દ્વારા મહિલાઓ માટે જાહેર કરેલી ‘અભયમ હેલ્પલાઈન ૧૮૧’ને રાજ્યમાં આજરોજ ૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ૧૮૧ અને મેડીકલ આપાતકાલીન સેવા ૧૦૮ને લઈને સમગ્ર રાજ્યમાં મહિલાઓ માટે એક ઈશ્વરિય આશિર્વાદ સમાન સાબીત થઈ રહી છે.
ભાવનગર શહેર તથા જિલ્લામાં જીવીકે, ઈએમઆરઆઈ દ્વારા સંચાલીત ૧૮૧ મહિલા હેલ્પલાઈન તથા ૧૦૮ સેવાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. ભાવનગર શહેર-જિલ્લામાં ૧૪૮ મહિલાઓ આ સેવામાં ફરજરત છે. 
અભયમ સેવાને ૩ વર્ષ પૂર્ણ થતા સમગ્ર સેવાની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. ઘરેલુ હિંસા હોય કે પછી છેડતી તથા બાળવિવાદ સહિતની બાબતોમાં નોંધપાત્ર અને અસરકારક સેવાઓ થકી મહિલાઓ યુવતીઓને અભય કરી છે. ખરેખર આવી સેવા સાથે જોડાયેલી મહિલાઓની કામગીરી બિરદાવવા લાયક છે. વિશ્વ મહિલા દિન આવી મહિલાઓને સમર્પિત છે.

Previous articleતાલુકા હેલ્થ કચેરી ધંધુકા દ્વારા નવી જન્મેલી દિકરીના વધામણા
Next articleશહેરની સરદાર વલ્લભભાઈ પટેલ પ્રા. શાળા ખાતે માતૃ સંમેલન અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો