રાજયસભાની ચૂંટણી માટે જાહેરનામુ : ર૩ મીએ ચૂંટણી

630
gandhi632018-5.jpg

રાજ્યસભાની ૨૩મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે પ્રક્રિયા આજથી જાહેરનામુ બહાર પડતાની સાથે શરૂ થઈ ગઈ છે. જાહેરનામા મુજબ ૪ સભ્યોની ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારો અને દરખાસ્ત કરનારે પોતાના નિર્વાચન અધિકારી જેની ઓફીસ વિધાનસભામાં આવેલી છે તેમને મોડામાં મોડા ૧૨મી માર્ચ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ૧૩મી માર્ચે ૧.૩૦ કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૧૫મી માર્ચ  બપોરે ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ૨૩મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. તે માટે ગાંધીનગરમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.ભાજપ – કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી માટેની કવાયત હાલ તેજ બનાવાયી છે. વિધાનસભામાં સંખ્યાબળને આધારે કોંગ્રેસ અને ભાજપના બે-બે સભ્યોને રાજ્યસભામાં મોકલાશે.