મહાપાલિકા દ્વારા શહિદ ભગતસિંહ ચોકમાં વોટીંગ મેમોરીયલનું નિર્માણ

727
bvn1122017-5.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેર મધ્યે આવેલ ઘોઘાગેટ સ્થિત શહિદ ભગતસિંહ ચોક ખાતે રાજ્યનું સૌપ્રથમ વોટીંગ મેમોરીયલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. નગરજનોને મતદાનના સત્તાવાર આંકડા પ્રાપ્ત થાય તેવા હેતુસર આ સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 
ગુજરાત રાજ્યના કોઈપણ શહેરમાં ન હોય તેવું વોટીંગ મેમોરીયલ સ્મારકનું નિર્માણ કાર્ય મહાપાલિકા દ્વારા ઘોઘાગેટ સ્થિત શહિદ ભગતસિંહના સ્મારક પાસે બનાવવામાં આવી રહ્યું છે. શહેર-જિલ્લામાં આજદિન સુધી યોજાયેલ ચૂંટણીઓ તથા મતદાન સહિતની સઘળી વિગતો તથા સત્તાવાર આંકડા દર્શાવવામાં આવશે. આ સ્મારક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન સંબંધી લોકજાગૃતિ છે તેવું અધિકારીએ જણાવ્યું હતું.