રંઘોળા પાસે ગમખ્વાર અકસ્માતમાં ૩૧ માનવ જીંદગી કાળનો કોળીયો બની 

835
bvn632018-1.jpg

લગ્નનો પ્રસંગ માતમમાં તબદીલ : રૂડા લગ્ન ગીતોની જગ્યાએ મરશીયા ગવાયા

 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના અનેડા ગામે રહેતા કોળી પરિવારના સભ્યો  આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે બે ટ્રક સાથે જાન લઈને રવાના થયો હતો. આ જાનૈયા ભરેલો ટ્રક રંઘોળા ગામ પાસે પહોંચતા ટ્રક ચાલકની ગંભીર બેદરકારીના કારણે પુલ પરથી નીચે ખાબકતા ટ્રકમાં સવાર અંદાજે ૭૦ જેટલા જાનૈયાઓને નાની-મોટી ગંભીર ઈજાઓ થવા પામી હતી. 
આ બનાવને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો અને સમગ્ર બનાવને લઈને રાહદારીઓ અન્ય વાહન ચાલકો તથા રંઘોળા ગામના યુવાનો અને સેવાભાવી લોકો તાત્કાલ મદદે દોડી આવ્યા હતાં. અને સૌપ્રથમ ઈજાગ્રસ્તોને ટ્રક નીચેથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવ ગંભીર અને કરૂણ હોય આ બનાવ અંગે સિહોર, સોનગઢ, સહિતના પોલીસ મથકને જાણ થતાં મસ મોટો પોલીસ કાફલો અને આપાત કાલિન સેવા ૧૦૮ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને સિહોર, ટીંબી અને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘટના સ્થળે જ મહિલા બાળકો મળી કુલ ર૪ વ્યકિતઓના કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. તથા અન્ય ઈજાગ્રસ્તોને ગંભીર હાલતે સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં સિહોર, ટીંબી અને ભાવનગર હોસ્પિટલ મળી કુલ ૩૧ વ્યકિતઓના મોત નિપજયા છે. 
સમગ્ર ગંભીર ઘટનાને લઈને રાજકિય અગ્રણીઓથી લઈને સ્વયંમ સેવી સંસ્થાઓ મદદ માટે દોડી આવી. હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા એક સમયે ઈજાગ્રસ્તો માટે લોહીની જરૂરીયાત ઉભી થતાં સોશિયલ મીડિયા મદદે આવ્યું. વોટસઅપ, ફેસબુક સહિતની એપ પર મદદ માટેના મેસેજ વાયરલ થતાં લોકો સ્વયંભુ મદદ માટે દોડી આવ્યા. જિલ્લાની સૌથી મોટી સર.ટી. હોસ્પિટલમાં સર્જાયા કરૂણ દ્રશ્ય. લાશોના ઢગલા અને કપરી સ્થિતિ વચ્ચે પણ સેવાભાવી લોકોએ માનવતા મહેક મહેકાવી. 

Previous articleરાજયસભાની ચૂંટણી માટે જાહેરનામુ : ર૩ મીએ ચૂંટણી
Next articleવિધાનસભાના દ્વારેથી