ગુજરાતીઓના દબાણને કારણે સરકારને ય્જી્‌ ઘટડવાની ફરજ પડી : રાહુલ ગાંધી

935
guj12112017-13.jpg

ગાંધીનગર/પ્રાંતિજ/હિંમતનગર,તા.૧૧
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૧મી નવેમ્બર આજે શનિવારથી ત્રણ દિવસની ઉત્તર ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો છે. નવસર્જન ગુજરાત યાત્રાનો આ ચોથો અને છેલ્લો તબક્કો છે. શનિવારે રાહુલ ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં.
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે રાહુલે સભા સંબોધતા સરકાર સામે  જીએસટી, રોજગારી જેવી બાબતો પર નિશાનો સાધ્યો હતો. તેમને એ પણ જણાવ્યું હતું કે  ગુજરાતના દરેક લોકોને અમે એકસાથે લઈને આગળ વધીશું. તમારું પાણી 
અને વિજળી તમને જ મળશે કોઈ બીજાને નહીં મળે.
રાહુલ ગાંધીએ જય શાહની કંપની પર પ્રહાર કરતાં કહ્યું કે પહેલા મોદીજી સરકાર કહેતા હતાં કે ખાઈશું નહીં અને ખાવા દઈશું નહીં પરંતુ હવે જય શાહના કેસમાં મોદીજી કરે છે કોઈને બોલીશું નહીંને બોલવા દઈશું નહીં. મોદીજી પોતાને દેશના ચોકીદાર ગણાવી રહ્યાં છે પરંતું જયની કંપની પર કોઈ નિવેદન આપતા નથી.
તેમણે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા સામે કહ્યું કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલમા ભાવ વધારો છે, જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવી લેવામાં આવે તો તેમાં ઘટાડો થઇ શકે છે તેમ જણાવી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવામાં આવવું જોઈએ. તેમણે દેશમાં એક ટેક્સ હોવો જોઈએ તેમ કહીને જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવ્યો હતો. જીએસટી પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે  જીએસટીના  કારણે નાના વેપારીઓ પડી ભાંગ્યા છે. બે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાંથી એક રાજ્યમાં કોંગ્રેસનુુ શાસન છે જ્યારે બીજામાં ભાજપનું શાસન, જેની તેમણે સરખામણી કરતા જણાવ્યું હતું કે ગુજરાતની સરખામણીમાં હિમાચલ પ્રદેશ નાનો પ્રદેશ છે અને તેમાં કોંગ્રેસની સરકાર છે પરંતુ ત્યાં ગુજરાત કરતાં વધુ રોજગારી અને યુવાનો પાસે નોકરી છે.
તેઓએ પ્રાંતીજ – છાલા વચ્ચે ચા પીવા રોકાયા હતાં. ચાની ચુસ્કી અને ગુજરાતી ફરસાણ ફાફડા, ભજીયાનો સ્વાદ પણ માણ્યો હતો. ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલે તેમનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું.  ચિલોડામાં સંવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સભા પણ સંબોધી હતી. જેમાં તેમને જીએસટી મામલે સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે જીએસટી પર રાજકારણ રમાઈ રહ્યું છે.  જીએસટીમાં હજી સુધારાની જરૂર છે. દેશના લોકોને એક જ ટેક્સ જોઈએ છે પાંચ નહીં. સુરતની મુલાકાતને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે સુરતમાં ચીનની સુરત દેખાય છે, આ લોકો ભારતને ચીન કરતાં પણ આગળ લઈ જઈ શકે છે. જો આમારી સરકાર આવશે તો નાના વેપારીઓ અને ગરીબોને રાહત આપવામાં આવશે.
ઇડરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં ૯૦ ટકા કોલેજનું ખાનગીકરણ થઇ ગયું છે. આજે કોલેજમાં દાખલ થવું હોય તો ખિસ્સામાં ૧૦-૧૫ લાખ રૂપિયા હોવા જોઇએ. ચીન બે દિવસમાં એક લાખ યુવાનોને રોજગારી આપે છે, આ જ કામ કરવામાં નરેન્દ્ર મોદીની સરકારને એક વર્ષ લાગે છે. જે લોકો ચીન સાથે મુકાબલો કરી શકે તેમને કંઇ આપવું નથી. બેંક લોન, પૈસા બધુ મોદીજી પાંચ-૧૦ લોકોને આપે છે. રાહુલે ગુજરાતમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી આવે, અમિત શાહ આવે, નિર્મલા સિતારામણજી આવે કે યુપીના સીએમ યોગીજી આવે તો પણ ડિસેમ્બરમાં ભાજપ સરકાર નહીં આવે.
તેમણે તે પણ કહ્યું કે, સારી વાત છે કે કોંગ્રેસ પાર્ટી અને હિન્દુસ્તાનની જનતાએ બીજેપી પર દબાણ લાવી અને વસ્તુઓ પર લાગતા ૨૮ ટકા તેમણે ૧૮ ટકા કર્યા છે. અમારી સરકાર આવશે તો મહિલાઓને લોકસભા અને રાજ્યસભામાં આરક્ષણ આપીશું. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે ત્યાં પુજા અર્ચના કરીને મહંતો સાથે સંવાદ કર્યો હતો.
બીજા દિવસે ૧૨મીથી અંબાજી ખાતેથી યાત્રાનો પ્રારંભ થશે. અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, શિહોરી, થરા, રાધનપુર ફરશે, ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ રખાયા છે. ભરવાડ સમાજના વાળીનાથ મંદિરની પણ રાહુલ મુલાકાત લેશે. ત્રીજા દિવસે એટલે કે ૧૩મીએ પાટણ, હારિજની મુલાકાત લેશે. છેલ્લા દિવસે શંખેશ્વર મંદિર અને બહુચરાજી મંદિરના દર્શન કરશે. બહુચરાજીમાં જાહેર સભા યોજવામાં આવશે. ૧૩મીએ મહેસાણામાં જીઆઈડીસી હોલમાં વેપારીઓ, ઉદ્યોગ જગતના લોકો સાથે જીએસટી અને નોટબંધી વિષય પર સંવાદ કાર્યક્રમ યોજશે. ત્યાર બાદ મહિલા સંમેલન યોજાશે. વિજાપુરમાં યાત્રાનું સમાપન થશે. મળશે કોઈ બીજાને નહીં મળે.
રાહુલ ગાંધીએ જય શાહની કંપની પર પ્રહાર કરતાં કહ્યું કે પહેલા મોદીજી સરકાર કહેતા હતાં કે ખાઈશું નહીં અને ખાવા દઈશું નહીં પરંતુ હવે જય શાહના કેસમાં મોદીજી કરે છે કોઈને બોલીશું નહીંને બોલવા દઈશું નહીં. મોદીજી પોતાને દેશના ચોકીદાર ગણાવી રહ્યાં છે પરંતું જયની કંપની પર કોઈ નિવેદન આપતા નથી.
તેમણે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા સામે કહ્યું કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલમા ભાવ વધારો છે, જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવી લેવામાં આવે તો તેમાં ઘટાડો થઇ શકે છે તેમ જણાવી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવામાં આવવું જોઈએ. તેમણે દેશમાં એક ટેક્સ હોવો જોઈએ તેમ કહીને જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવ્યો હતો. જીએસટી પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે  જીએસટીના  કારણે નાના વેપારીઓ પડી ભાંગ્યા છે. બે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાંથી એક રાજ્યમાં કોંગ્રેસનુુ શાસન છે જ્યારે બીજામાં ભાજપનું શાસન, જેની તેમણે સરખામણી કરતા જણાવ્યું હતું કે ગુજરાતની સરખામણીમાં હિમાચલ પ્રદેશ નાનો પ્રદેશ છે અને તેમાં કોંગ્રેસની સરકાર છે પરંતુ ત્યાં ગુજરાત કરતાં વધુ રોજગારી અને યુવાનો પાસે નોકરી છે.
તેઓએ પ્રાંતીજ – છાલા વચ્ચે ચા પીવા રોકાયા હતાં. ચાની ચુસ્કી અને ગુજરાતી ફરસાણ ફાફડા, ભજીયાનો સ્વાદ પણ માણ્યો હતો. ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલે તેમનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું.  ચિલોડામાં સંવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સભા પણ સંબોધી હતી. જેમાં તેમને જીએસટી મામલે સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે જીએસટી પર રાજકારણ રમાઈ રહ્યું છે.  જીએસટીમાં હજી સુધારાની જરૂર છે. દેશના લોકોને એક જ ટેક્સ જોઈએ છે પાંચ નહીં. સુરતની મુલાકાતને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે સુરતમાં ચીનની સુરત દેખાય છે, આ લોકો ભારતને ચીન કરતાં પણ આગળ લઈ જઈ શકે છે. જો આમારી સરકાર આવશે તો નાના વેપારીઓ અને ગરીબોને રાહત આપવામાં આવશે.
ઇડરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં ૯૦ ટકા કોલેજનું ખાનગીકરણ થઇ ગયું છે. આજે કોલેજમાં દાખલ થવું હોય તો ખિસ્સામાં ૧૦-૧૫ લાખ રૂપિયા હોવા જોઇએ. ચીન બે દિવસમાં એક લાખ યુવાનોને રોજગારી આપે છે, આ જ કામ કરવામાં નરેન્દ્ર મોદીની સરકારને એક વર્ષ લાગે છે. જે લોકો ચીન સાથે મુકાબલો કરી શકે તેમને કંઇ આપવું નથી. બેંક લોન, પૈસા બધુ મોદીજી પાંચ-૧૦ લોકોને આપે છે. રાહુલે ગુજરાતમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી આવે, અમિત શાહ આવે, નિર્મલા સિતારામણજી આવે કે યુપીના સીએમ યોગીજી આવે તો પણ ડિસેમ્બરમાં ભાજપ સરકાર નહીં આવે.
તેમણે તે પણ કહ્યું કે, સારી વાત છે કે કોંગ્રેસ પાર્ટી અને હિન્દુસ્તાનની જનતાએ બીજેપી પર દબાણ લાવી અને વસ્તુઓ પર લાગતા ૨૮ ટકા તેમણે ૧૮ ટકા કર્યા છે. અમારી સરકાર આવશે તો મહિલાઓને લોકસભા અને રાજ્યસભામાં આરક્ષણ આપીશું. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે ત્યાં પુજા અર્ચના કરીને મહંતો સાથે સંવાદ કર્યો હતો.
બીજા દિવસે ૧૨મીથી અંબાજી ખાતેથી યાત્રાનો પ્રારંભ થશે. અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, શિહોરી, થરા, રાધનપુર ફરશે, ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ રખાયા છે. ભરવાડ સમાજના વાળીનાથ મંદિરની પણ રાહુલ મુલાકાત લેશે. ત્રીજા દિવસે એટલે કે ૧૩મીએ પાટણ, હારિજની મુલાકાત લેશે. છેલ્લા દિવસે શંખેશ્વર મંદિર અને બહુચરાજી મંદિરના દર્શન કરશે. બહુચરાજીમાં જાહેર સભા યોજવામાં આવશે. ૧૩મીએ મહેસાણામાં જીઆઈડીસી હોલમાં વેપારીઓ, ઉદ્યોગ જગતના લોકો સાથે જીએસટી અને નોટબંધી વિષય પર સંવાદ કાર્યક્રમ યોજશે. ત્યાર બાદ મહિલા સંમેલન યોજાશે. વિજાપુરમાં યાત્રાનું સમાપન થશે.

રાહુલ ગાંધીએ ફાફડા જલેબી આરોગ્યાં…
રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. પ્રાંતિજ હાઈવે ચંદ્રાલા પાસેની રોડ પરની હોટલમાં ફાફડા જલેબી આરોગ્યાં હતાં.પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રભારી અશોક ગહેલોતે રાહુલ ગાંધીને ફાફડા જલેબીનો નાસ્તો કરાવ્યો હતો, અને છેલ્લે ચા પીવડાવી હતી.

કોંગી ઉપાધ્યક્ષનો બાળપ્રેમ : બે બાળકોને ઑટોગ્રાફ આપ્યા…
કોંગ્રેસની નવસર્જન યાત્રાનું પ્રાંતિજમાં ભારે ઉત્સાહપૂર્વક સ્વાગત થયુ હતું. પ્રાંતિજમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, શિક્ષણ, રોજગાર સહિતના મેડિકલ કોલેજ સહિતના ક્ષેત્રમાં ગુજરાત કરતાં હિમાચલ પ્રદેશ આગળ છે.પ્રાંતિજમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં તમામ વર્ગ નાખુશ છે. તેમણે ગુજરાતની સરકાર પાંચ-દશ ઉદ્યોગપતિઓને સાચવતી હોવાનો આરોપ લગાવ્યો. 

Previous articleપાટીદાર સહીત સવર્ણ સમાજને ૨૫% અનામત આપશે જનવિકલ્પની સરકાર
Next articleપાસ કોર કમિટિના સભ્યોની આજે હાર્દિકની સાથે મિટિંગ