પાસ કોર કમિટિના સભ્યોની આજે હાર્દિકની સાથે મિટિંગ

706
gandhi13112017-3.jpg

પાટીદારોની ઓબીસીમાં અનામતની માંગણીને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા પાસના નેતાઓને અપાયેલા ત્રણ વિકલ્પો-ફોર્મ્યુલા બાદ હવે આવતીકાલે પાસના કોર કમીટીના સભ્યોની પાસના નેતા હાર્દિક પટેલ સાથે એક મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. પાસના યુવા નેતા દિનેશ બાંભણીયાના ગાંધીનગરના સરગાસણ ખાતેના ફાર્મહાઉસ ખાતે આ બેઠક યોજાનારી છે, જેમાં અનામતના મુદ્દે વિગતવાર અને ઝીણવટભરી ચચા-વિચારણા હાથ ધરવામાં આવશે. પાસના નેતાઓ દ્વારા કોંગ્રેસ તરફથી સૂચવાયેલા વિકલ્પો અને ફોર્મ્યુલા સંદર્ભે કાયદાકીય અને બંધારણીય અભિપ્રાય પણ મેળવાયો છે, તેની પર ચર્ચા વિચારણા હાથ ધરી એકમત સધાશે. આવતીકાલની ચર્ચામાં ઓબીસીમાં અનામત જ મુખ્ય ચર્ચાનું કેન્દ્ર રહેશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા અને જાણીતા ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ અને સ્થાનિક નેતાઓએ તાજેતરમાં જ પાસના નેતાઓ સાથે મોડી રાત સુધી બેઠક યોજી તેમાં તેઓને અનામતને લઇ જુદા જુદા ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. જેથી પાસના નેતાઓએ કોંગ્રેસના આ વિકલ્પો મુદ્દે કાયદાકીય તેમ જ બંધારણીય સલાહ માર્ગદર્શન લીધા બાદ તેમ જ હાર્દિક પટેલ સહિતના અન્ય નેતાઓ અને પાટીદાર સમાજના વડીલ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ તેઓને વિશ્વાસમાં લીધા પછી કોંગ્રેસ સાથે બીજી બેઠક યોજવાનું આશ્વાસન આપ્યં હતું.