જિલ્લામાં કપાસનું કુલ ૨૪ હજાર હેક્ટરમાં વાવેતર કરાયુ

620
gandhi13112017-4.jpg

ગાંધીનગર જિલ્લામાં પણ આ વખતે વાતાવરણે ખેતીને સાથ આપ્યો નથી. અતિવૃષ્ટિના કારણે વાવેતર વિસ્તાર ઘટયો છે તે વચ્ચે કપાસનું વાવેતર ગાંધીનગર જિલ્લામાં ૨૪ હજારે પહોંચ્યું છે. આ ઉપરાંત ડાંગરનું દસ હજાર હેક્ટરમાં જ્યારે મગફળીનું પાંચ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે દિવેલાનું ૨૮ હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે જો કે ઘણા વિસ્તારમાં હજુ દિવેલાનું વાવેતર ચાલુ છે. સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ ખરીફ પાકનો વાવેતર વિસ્તાર ઘટયો છે સતત અને અતિ વરસાદ પડવાના કારણે વાવેતર વિસ્તાર ઘટયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે તે વચ્ચે ગાંધીનગર જિલ્લાનું કુલ વાવેતર ૧.૪૪ લાખ હેક્ટર થયું હતું. જેમાં દહેગામ તાલુકામાં સૌથી વધારે ૪૨ હજાર ઉપર વાવેતર કરવામાં આવ્યું છે. આવી રીતે વિવિધ પાકનું ગાંધીનગર તાલુકામાં ૩૯ હજાર હેક્ટરમાં જ્યારે કલોલમાં ૩૫ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી ઓછું વાવેતર માણસા તાલુકામાં ૨૮ હજાર હેક્ટર જેટલું કરવામાં આવ્યું છે. માણસામાં સૌથી વધારે કપાસનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. દસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર ફક્ત માણસા પંથકમાં થયું છે. ત્યારે જિલ્લામાં કપાસનું કુલ વાવેતર ૨૪ હજાર હેક્ટર જેટલું થાય છે. જો કે કપાસમાં જીવાત પડવાથી તેમજ રોગ થવાથી તેનું ઉત્પાદન ઘટયું હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લામાં કુલ વાવેતર ૧.૪૪ લાખ હેક્ટરમાં થયું છે. જેમાં ડાંગરનું દસ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો વખતે કઠોળનું વાવેતર પણ વધારે થયું છે. મગફળીનું પાંચ હજાર હેક્ટરમાં જ્યારે ગુવાર અને શાકભાજી મળી કુલ રર હજાર હેક્ટરમાં વાવેલત કરવામાં આવ્યું છે. દિવેલાનું ૨૮ હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જો કે હજુ ઘણા વિસ્તારમાં દિવેલાનું વાવેતર ચાલુ હોવાનું ખેતીવાડી વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.ં 

Previous articleપાસ કોર કમિટિના સભ્યોની આજે હાર્દિકની સાથે મિટિંગ
Next articleઉનાની અમાનુષી ઘટના મુદ્દે પાસવાનને બિહાર સાથે સરખામણી કરી ગુજરાતનું અપમાન કર્યું છે : પાર્થેશ પટેલ