ગુસ્તાખી માફ

936
smiley.jpg

ભાજપ હિન્દુત્વના મુદ્દાથી દૂર થતું જાય છે જ્યારે કાંગ્રેસ તે તરફ સરકતી જોવા મળી રહી છે
રામજન્મ ભુમી આંદોલનની શરૂઆત વર્ષ ૧૯૯૩માં થઈ અને ક્રમશઃ ગુજરાત અને દેશના હિન્દુઓને લાગ્યુ કે પોતાની વાતમાત્ર કરનાર પહેલો રાજકિય પક્ષ તેમને મળ્યો છે. હિન્દુત્વના મુદ્દાને કારણે ૧૯૯૫માં ગુજરાતમાં પહેલી વખત સત્તા મળી જે માત્રને માત્ર હિન્દુત્વને કારણે જળવાઈ રહી.  ૨૦૦૨ના તોફાનોને કારણે ભાજપની હિન્દુત્વની છાપ વધારે મજબુત થઈ, પણ ૨૦૧૦માં નરેન્દ્ર મોદીએ દિલ્હી તરફ પ્રયાણ કરવાના ભાગરૂપે સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતા. ભાજપ હિન્દુત્વ છોડી રહ્યુ છે તેની આ પહેલી શરૂઆત હતી. ગુજરાતમાં હિન્દુત્વના જે સફળ પ્રયોગ થયા તેનો ફાયદો તેમને દેશમાં થવાનો હતો, પણ માત્ર હિન્દુત્વના સહારે અન્ય રાક્યો કબજે થાય તેમ નથી. ઉત્તર પ્રદેશ, કેરળ અને બિહાર જેવા રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યા વિશેષ છે તેના કારણે હિન્દુત્વ પ્રત્યે નરમ વલણ રાખવુ પડશે અને નરેન્દ્ર મોદી-અમિત શાહ મુસ્લિમ સાથે સંબંધ સ્થાપિત કરવાની શરૂઆત કરી. ભાજપ સત્તા ઉપર હોય ત્યારે આખો દેશ કેસરીયો થઈ જશે રામ મંદિર બની જશે, કાશમિર માંથી કલમ ૩૭૦ દૂર થઇ જશે તેવા ભ્રમમાં જીવતા હિન્દુઓ ખાસ કરી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનો ભ્રમ તુટવા લાગ્યો. ભાજપને હિન્દુત્વ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી વિકાસ એક માત્ર મંત્ર છે તેવો વ્યવહાર કરવાની શરૂઆત થઇ. 
અટલબિહારી બાજપાઈની સરકાર હતી ત્યારે ભાજપ પાસે બહાનુ હતુ કે સંપુર્ણ બહુમતી નથી માટે રામ મંદિર બનાવવુ શક્ય નથી. પ્રજાએ ભાજપ ઉપર ભરોસો મુક્યો અને અપેક્ષા કરતા વધુ બેઠકો આપી, પણ ભાજપને હવે રામ મંદિરનું નામ સાંભળતા સાપ સુંઘી ગયો હોય તેમ ચુપ થઈ જાય છે. રામની વાત કરતા સંઘ અને પરિષદ હવે નરેન્દ્ર મોદીની દુશ્મન લાગે છે. ૧૯૮૭માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ આવી ત્યારે અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી બનાવવાનો ઠરાવ કરી કેન્દ્રને મોકલી આપ્યો હતો. હવે તો ગુજરાત અને કેન્દ્રમાં ભાજપ સરકાર છે તો પણ સાવ નાનકડુ કામ કર્ણાવતી કરવાની ત્રેવડ અને દાનત બંન્ને ભાજપમાં નથી. દેશમાં ૫૦ વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ માટે મુસ્લિમ વોટ બેન્ક હતી છતાં મુસ્લિમની જીંદગીમાં કોઈ સુધાર થયો નહીં. હવે ભાજપ પણ હિન્દુઓ સાથે કોંગ્રેસની જ રમત રમી રહી છે.  જ્યારે સતત મુસ્લિમ ટોપીઓ વચ્ચે ઘેરાઈ રહેતા કોંગ્રેસના નેતાઓને મોડે મોડે ખબર પડી કે જે દેશમાં બહુમતી હિન્દુઓ રહેતા હોય ત્યારે, તેમની લાગણી અને વ્યથાને સમજવી પડશે. જેમા  પહેલુ પરિવર્તન ગુજરાતની ચુંટણીમાં જેવા મળ્યુ છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રસના નેતાઓની સભા અને રેલીમાં દેખાતી મુસ્લિમોની હાજરીમાં ઘટાડો થયો છે. રાહુલ ગાંધી પોતાની તમામ મુલાકાત વખતે એક નવા મંદિરમાં દર્શન કરે છે. અક્ષર ધામમાં રાહુલ પણ ગયા,ભાજપ રાહુલના આ નવા સ્વરૂપન જોઈ ડઘાઈ ગયુ છે. હિન્દુત્વ અને મંદિરને પોતાનો જ ઠેકો માનતા ભાજપના હિન્દુત્વના ઠેકેદારમાં ફફડાટ ફેલાયો છે. જો કોંગ્રેસ હિન્દુત્વની વાત કરે તો સંઘ અને પરિષદને પણ કોંગ્રેસ સાથે બેસવામાં વાંધો નથી. માત્ર મંદિરમાં જવુ તે જ હિન્દુત્વ નથી. વર્ષો સુધી કોંગ્રેસ જેનાથી દુર રહી તેની નજીક પહોંચવાની શરૂઆત ગુજરાતથી થઇ છે.
દરેક જ્ઞાતિ-જાતિને સંગઠનની જરૂર લાગી રહી છે લાગે છે પોતાને અન્યાય થાય છે..!!
વિધાનસભાની ચૂંટણી પહેલાના રાજકારણમાં હવે ફરી એકવાર જાતિ-જ્ઞાતિ આધારિત રાજકીય સંગઠનો અને કયાંક પોતાને અન્ય્ય થઈ રહ્યો હોવાને નાતે સમાજવતી બનાવેલા સંગઠનોનો હવે રાફડો ફાટયો છે. દરેકને થાય છે કે પોતાને ન્યાય માટે સંગઠન એજ સિધ્ધિ છે. તે વગર અન્ય્ય થશે. અથવા થઈ રહેલા અન્યાય સામે અવાજ નહીં ઉઠાવી શકાય અને આ પ્રકારના અન્યાય થતા રહેશે. પાટીદારોએ વર્ષો સુધી પોતાના બાળકો વધુ ટોચના ટકા લાવવા છતાં એડમીશન કે નોકરી નહીં મળતા થતા અન્યાયને હાર્દિક- લાલજીના સંગઠને સહેજ આગ લગાડી તો પ્રશ્ન વિકરાળ થઈ ગયો દરેક પોતાના અસ્તિત્વનો પ્રશ્ન લાગ્યો. રાજકીય લડાઈ ચાલી તેવી રીતે તે જોઈને અલ્પેશ ઠાકરોને પોતાની કોમ માટે દાળના દુષણ અને અન્યાયને લઈને આગ લગાડી તો બીજી બાજુ યુવા જીજ્ઞેશને પણ પોતાની જ્ઞાતિને થતા અન્યાયનું નેતા પદ સંભાળવાનું સહેલુ લાગ્યું. તો કંઈક અંશે બ્રહ્મ સેના- યુવાનો પણ કયાંક પાટીદારોના ટેકામાં તો કયાંક અલગ-અલગ પોતાનું સંગઠન બનાવવા લાગ્યા. એટલું ઓછું હોય તેમ યુપી-બિહારથી લાવેલા મુસ્લિમોએ પણ ભાજપને પોતાની કોમ માટેની બેઠકો અંગે નિવેદનો કરી ચમકાવવા આમ ઓછું હોય તેમ એક ફિલ્મમાં થતા અન્ય્યને લઈને મોટી સંખ્યામાં રાજપુતો પણ એકઠા થયા. ભાવનગર જેવા જિલ્લામાં ભાજપના આગેવાનના અત્યાચાર જેવા નાના મુદ્દે પણ મોટુ સંગઠન થયું. આમ પ્રશ્નો કરતા પોતાના અસ્તિત્વને બતાવવાની હોડમાં ફરી એકવાર ખુલીને જ્ઞાતિ-જાતિ-આધારીત સમીકરણોએ માથુ ઉચકયું છે જે આગામી દિવસોમાં વિકાસ અને શાંતી તથા સરળતાથી  રહેતા લોકોના જીવન કંઈક અંશે હરામ કરી શકે છે તો રાજકીય પક્ષ માટે પણ મહત્વનો પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે. 
આગામી ચૂંટણીઓ માટે કાર્યકર્તા મુખ્ય સાધન હોવાથી મનાવવા મથામણ
ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના પરંતુ ચૂંટણી જીતવા માઈક્રો – પ્લાનીંગ મહત્વનું હોય છે. મતદાતાને ચૂંટણી બુથ સુધી લાવવા તથા ત્યારબાદ બુથની વ્યવસ્થામાં મોટી સંખ્યામાં સમય, કામનો ભોગ આપે તેવી નિષ્ઠાવાન કાર્યકર્તાઓની પક્ષોને જરૂર પડે છે.  ભાજપ દ્વારા ઘરે ઘરે જઈ વોટ માટે પ્રચારને બહાને પોતાના કેટલાક નેતાઓ- પ્રભારીઓને જે તે જિલ્લામાં જુના સંનિષ્ઠ કાર્યકર્તાઓના ઘેર જવાની ખાસ સુચના આપી હોવાનું સુત્રો પાસેથી મળતી માહિતીમાં જાણવા મળ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી નિષ્ક્રિય કાર્યકર્તાઓને કામે લગાડવાનું કામ કરવા કેટલાક નેતાઓ તેમના ઘરે જઈ રહ્યા છે. વર્ષોથી કામ કરતાં નિરાશા અને હતાશાથી નિષ્ક્રિય કાર્યકર્તાઓને સમજાવવામાં પણ આવી રહ્યા છે કે એથી દરેક બાબત પક્ષમાં ધ્યાને લવાશે. સિનિયોરીટીથી લઈને કોઈ બાબતે અન્ય્ય નહીં કરાય પક્ષને બધ્ધી બાબતો ધ્યાન આવી છે. .. વગેરે..વગેરે.. બીજી તરફ કોંગ્રેસનો પણ આજ પ્રશ્ન હતો પરંતુ આપો આપ છેલ્લા કેટલાક સમયથી થતી રાજકીય ગતિવિધિઓ અને યુવાન, ઠાકોર, પટેલ અને પોતાના જુના કાર્યકર્તાઓ પાછા ફરી કામે લાગ્યા છે. જે કોંગ્રેસ માટે થોડી રાહતની બાબત છે. રાહુલ- પરિપકવ થતા તેમનામાં વિશ્વાસ વધ્યો છે તેવું હાલ લાગી રહ્યું છે. 
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની જાતિ-જ્ઞાતિના રાજકારણ અંગે નિખાલસ વાત
રાજ્યના પ્રથમ મહિલા પૂર્વ મુખઅયમંત્રી  આનંદીબેન પટેલે જાતિ-જ્ઞાતિ આધારિત રાજકારણ માટે ખાસ  કરીને એક ખાનગી કેનલમાં પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરી નિખાલસ વાત કરી હતી.સામાન્ય રીતે રાજકીય પક્ષો જાતિ અંગેના રાજકીય જવાબોને ઉડાડતા કે બચતા જોવા મળે છે જ્યારે આનંદીબેને જણાવ્યું હતું કે શહેરોમાં હજી આ બાબતે જાગૃતિ જોવા મળે છે પરંતુ ગામડાઓમાં હજી જાતિ-જ્ઞાતિ આધારિત રાજકીય વાતાવરણ જોવા મળે છે. કોઇપણ પક્ષે તેમાંથી બાકાત રહેવું હોટ તો પણ રહી શકે નહીં તેથી ગ્રામ્ય કક્ષાએ હજી પણ જાતિ -જ્ઞાતિનાં સમીકરણો ધ્યાને ગેવાં જ પડે છે. આગામી યૂંટણીઓમાં પણ તે લેવાશે,ચૂંટણી જીતવી હોય તો ટીકીટ આપતી સમયે તેને નજર અંદાજ કરી શકાય નહીં. સામાન્ય રીતે રાજકીય માણસો અને તેમાંય ભાજપના જ નેતાઓ આવા પ્રશ્નનો જવાબ આપવાને બદલે વિકાસની વાતો કરીને ગાડી બીજે પાટે ચડાવે છે તેવા સંજોગોમાં આનંદીબેનની નિખાલસ વાત તેમને ઉંચેરા બનાવી જાય છે.સરકારમાં આજેય તજજ્ઞો તેમની વહીવટી કુશળતાને કદાચ એટલેજ યાદ કરતા હોય છે.