ઉપલેટા મોજેશ્વર મંદિરેથી ભ્રમણશીલ જમાતની વિદાય

787

તા.૨૪/૧૦/૧૮ને ગુરૂવારના રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ પાસે, મોજ નદીના કાંઠે આવેલ મોજેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ ખાતે શ્રી પંચાયતી અખાડા બડા ઉદાસીન ભ્રમણશીલ જમાતના ૪૭ જેટલા સાધુ – સંતો ચાતુર્માસ અર્થે આજથી ચાર માસ પહેલા પધારેલા. જેઓ આવતીકાલ તા. ૨૬-૧૦-૧૮ ને શુક્રવારના રોજ પ્રસ્થાન કરવાના હોય. પ્રસ્થાન કરતા પહેલા સાથે પૂજ્ય ગોલાસાહેબનું પૂજન, સત્કાર સમારંભ, મંદિરના મહંત હરનારાયણદાસજી ઉદાસીનની ચાદરવિધિ, સન્માનપત્ર વગેરેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં સાડા સાત થી આઠ હજાર જેટલા ભાવિકો ઉપલેટા,  વાડલા, સેવંત્રા,  ખાખીજાળીયા, મોજીરા, ગઢાળા, ભાયાવદર તેમજ આસપાસના અન્ય ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે અને પ્રસાદીનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, સ્વસ્તિક બિલ્ડરના ધરણાંતભાઈ સુવા, પીઠળ કૃપા ગ્રુપના લાલાભાઈ માસ્તર, કિશોરભાઈ સુવા,સેવંત્રા ગામના સરપંચ વિનુભાઈ ચંદ્રવાડિયા, ગઢાળાના સરપંચ નારણભાઈ આહિર, કેરાળાના સરપંચ વિક્રમભાઈ આહિર, ખાખીજાળીયાના સરપંચ કાનાભાઈ સુવા, કાથરોટાના સરપંચ રામસીભાઈ આહિર તથા અન્ય ગામના સરપંચો, વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ચારમાસથી સાધુ-સંતોની સેવા કરતા ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરે કર્યું હતું.

Previous articleમેડીકલ કોલેજમાં રકતદાન કેમ્પ
Next articleમહાકવી ચંદબરદાઈની પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું મુખ્યમંત્રી રૂપાણીને આમંત્રણ અપાયું