ભુતેશ્વર શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું કરાયેલું લોકાર્પણ

875
bhav962017-8.jpg

સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા જ્ઞાનકુંજનું આજરોજ ભુતેશ્વર શાળા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આચાર્ય અભેસંગભાઈ દ્વારા બુકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ, મેડિકલ ઓફિસર ભુંભલી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓને ટેબ્લેટના ઉપયોગની સમજ અપાઈ. સરકાર તરફથી વિનામુલ્યે મળેલ ર પ્રોજેક્ટર, ઈન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ રાઉટર નિદર્શન સમજણ આપવામાં આવી. ત્યારબાદ અધ્યક્ષ, સરપંચ, ગ્રા.પં. સભ્યો, એસ.એમ.સી. સદસ્યો, આંગણવાડી, કાર્યકરો, તલાટી કમ મંત્રી, વાલી વર્ગ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોકાર્પણ થયું અને શિક્ષક નિકુંજભાઈ પંડયા અને બલદાણીયા મુકેશભાઈ દ્વારા ધો.૭ અને ધો.૮ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયનું પાઠ નિદર્શન કરવામાં આવ્યું હતું.