જાફરાબાદ શહેરમાં ભાજપ આગેવાનોએ જનસંપર્ક કર્યો

636
guj9112017-3.jpg

જાફરાબાદ શહેરની જનતા તેમજ તાલુકાની તમામ ગામોની જનતાના જનસંપર્ક કાર્યક્રમ ભાજપના જ નેતાઓ જાફરાબાદ શહેરની જનતા પાસે ઘરે-ઘરે જઈ તમારા ગામમાં ભાજપ સરકાર, નગરપાલિકા દ્વારા વિકાસ થયો કે નહીં જેમાં જનતા દ્વારા જાબોની નોંધ કરાઈ કે શહેરમાં રોડ રસ્તા, નર્મદાનું પીવાનું પાણી, અદ્યતન શાળા-કોલેજો, ગરીબ બાળકો માટે વિનામુલ્યે અભ્યાસથી લઈ છાત્રાલય નવા પોલીસ મથકો માર્કેટ અદ્યતન ન્યાયાલય તેવી તો અનેક બાબતો માછીમાર સમાજ માટે નવી જેટી ૩૦ કરોડના ખર્ચે નવો પુલ જ્યાંથી દ્વારકા સોમનાથ રૂટ ર૪ કલાક ધમધમે છે તેમજ તેવી અનેક બાબતોએ સંતોષે છે તેવા જવાબ નોંધનાર રાજુલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ તથા ચેતનભાઈ તથા જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણે નોંધ લીધી તેમજ ત્યાંથી રવુભાઈ ખુમાણે નોંધ લીધી તેમજ ત્યાંથી રવુભાઈ ખુમાણ, જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે ધારી તાલુકાના માજી ધારાસભ્ય બાલુભાઈ તંત્રી, પ્રભારી કાળુભાઈ ફંડોળીયા (ખાંભા) જીવનભાઈ બારૈયા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, રાજુલા નગરપાલિકા ચેરમેન દિલીપભાઈ જોશી, રમેશભાઈ શિયાળ, તાલુકાના મનભાઈ, ભરતભાઈ ગામ આગેવાન તેમજ સરપંચ રાણા આતા માર્ગદર્શનથી લોઠપુર ગામના ૪પ૦ ઘરોના જન-જન સુધી પહોંચી જનસંપર્ક કરી વિકાસ બાબતે નોંધ લેવાઈ. જેમાં રાણાભાઈ સરપંચના જણાવ્યા મુજબ, ગામનો વિકાસ તાલુકાનો વિકાસ સો ટકા થયો છે.