સિહોરના મારવાડીનગરમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ જબ્બે

836
bvn15112017-1.jpg

સિહોરના મારવાડીનગરના રહેણાંકી મકાનમાં ભાવનગર એસઓજી ટીમે પૂર્વ બાતમી આધારે રેડ કરી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવાને મળેલ બાતમી આધારે શિહોર મારવાડીનગરમાં રહેતા હિતેષભાઇ રમેશભાઇ રાઠોડના ઘરે પ્રોહી અંગે રેઇડ કરતા રહેણાંકી મકાનમાંથી પરપ્રાંતીય બનાવટની વિદેશી (ઇંગ્લીશ) દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ-૪૧ મળી કુલ રૂપિયા ૨૧૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સિહોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમો તળે પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવાએ ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.    
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી,.પરમાર તથા હેડ કોન્સ. અનિરૂધસિંહ ગોહિલ તથા યોગેન્દ્રસિંહ ગોહિલ, તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, હરેશભાઇ ઉલવા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, રાજદીપસિંહ ગોહિલ જોડાયા હતા.