આંતરકોલેજ બેડમિંગ્ટન સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજ રનર્સઅપ

667
bvn20112017-2.jpg

ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટરકોલેજ બેડમિંગ્ટનની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલીત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. 
જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને દ્વિતિય સ્થાન મેળવ્યું હતું. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં રનર્સઅપ બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.
મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં બાસ્કેટ બોલની સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં રનર્સઅપ થવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા બાળદિન નિમિત્તે રેલી યોજાઈ
Next articleસનાતનમાં કલાત્મક રંગોળી સ્પર્ધા