ભડભીડના નાળા પર બે ટ્રકનો સામસામી અકસ્માત : ટ્રાફીકજામ

649
bhav28112017-2.jpg

ભાવનગર-અમદાવાદ ટુંકા માર્ગ પર ધોલેરા નજીક ભડભીડના નાળા પાસે આજે વહેલી સવારે બે ટ્રકનો સામસામે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કલાકો સુધી ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવમાં કોઈ જાનહાનીની વિગતો મળી ન હતી.
બનાવની મળતી વિગતો મુજબ, ભાવનગર-અમદાવાદ ટુંકા માર્ગ પર ભડભીડના નાળા પર આજે વહેલી સવારે બે ટ્રકોનો સામસામી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક રેલીંગ તોડી નાળામાં ખાબક્યો હતો. જ્યારે બીજો ટ્રક રોડની વચ્ચે આવી જતા બન્ને બાજુ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગરથી અમદાવાદ અને અમદાવાદથી ભાવનગર આવતા લોકોને કલાકો સુધી ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. તંત્ર દ્વારા કલાકો સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ રોડ પર વારંવાર થતા અકસ્માતોથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.