મતદાન જાગૃતિ અંતર્ગત બાઈક રેલી

749
bhav28112017-4.jpg

આજે તા.૨૭ નવેમ્બરે જિલ્લા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભાવનગર શહેરી વિસ્તારમાં મતદાન જાગૃતિ અર્થે બાઈક રેલી યોજાઈ હતી. આ બાઈક રેલી એ.વી.સ્કુલના મેદાનમાંથી શરૂ થઈને ક્રેસેન્ટ, મહિલા કોલેજ સર્કલ, ઘોઘાસર્કલ શિવાજી સર્કલ, સરદારનગર સર્કલ, સંસ્કાર મંડળ, શામળદાસ કોલેજ, વાઘાવાડી રોડ, માધવ દર્શન, કાળાનાળા અને મોતીબાગ ખાતે આ બાઈક રેલી પૂર્ણ થઈ હતી.
આ રેલીમાં જોડોયલા સ્વીપના નોડલ ઓફીસર શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, પ્રાથમિક શાસનાધિકારી જિજ્ઞેશ ત્રિવેદી, શાળાના શિક્ષકો સહિતના લોકોએ પ્લેકાર્ડ, પોસ્ટર થકી મતદાન જાગૃતિના સુત્રો પોકારી અને લોકોને મતદાન કરવા પ્રેરીત કર્યા હતા.

Previous article ભડભીડના નાળા પર બે ટ્રકનો સામસામી અકસ્માત : ટ્રાફીકજામ
Next article નાની રાજસ્થળી ગામે મતદાન જાગૃતિ અંતર્ગત સાયકલ રેલી