ચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા બાળદિન નિમિત્તે રેલી યોજાઈ

768
bvn20112017-1.jpg

ચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા બે વર્ષથી અમદાવાદ તથા ભાવનગર જિલ્લાના છેવાડાના ગામડામાં બાળકો સાથે, બાળ અધિકાર, શિક્ષણ કાર્ય, વેસ્ટમાંથી બેસ્ટ, યુવા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, તબીબી સેવા, લીડરશીપ વગેરે પ્રવૃત્તિથી કાર્યરત છે. ૧૪ નવેમ્બર બાળદિન હોવાથી ચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કુંભારવાડા તથા હાદાનગર વિસ્તારમાં પ્રા. શાળા નં.૧,ર પ૦, પ૧, ૬ર, ૬૩નો ધોરણ ૬ થી ૮ના બાળકો સાથે બાળ અધિકાર, સુશોભન, કાગળકામ, શિક્ષણ કાર્ય, વેસ્ટમાંથી બેસ્ટ, બાળ અધિકાર રેલી વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી. જેમાં ૧૦૩૭ છોકરી અને ૧૮૦ છોકરા આમ કુલ ૧ર૧૭ બાળકો સહભાગી થતા બાળ અધિકાર વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.