રાજુલાના વાંઢ ગામે કાઠી ક્ષત્રિય યુવાનની તલવારના ઘા ઝીંકી હત્યા

793
guj20112017-3.jpg

રાજુલાના જાપોદરના કાઠી ક્ષત્રિયનું તેના જ માસીઆઈ ભાઈએ વાંઢ ગામે ધીંગાણામાં તલવારના જાટકે ઢીમ ઢાળી દીધુ હતું. તલવાર લોખંડની પાઈપ સાથે ત્રણેય આરોપીઓની જાફરાબાદ પોલીસે ધરપકડ કરી હતી.
રાજુલાના જાપોદર ગામના મુળ અને હાલ રાજુલા રહેતા વનરાજભાઈ બદરૂભાઈ વાળા અને તેના માસીઆઈ ભાઈ જે જાફરાબાદના વાંઢ ગામે તેના ઘરે જઈ ઝઘડો બોલાચાલી અગાઉના મનદુઃખના કારણે થતા સામસામે ધીંગાણુ થતા સામાવાળા તેના માસીઆઈ ભાઈ લાલુભાઈ ગીગાભાઈ કોટીલા તેમજ તેના જમાઈ ભુપતભાઈવલકુભાઈ વાળા અને બાબભાઈના બનેવી ભીખુભાઈ મેરામભાઈ ખુમાણે તલવારના જાટકે ઢીમ ઢાળી દીધુ અને તલવાર-લોખંડના પાઈપથી જે જીવલેણ હુમલો થયેલ તે તલવાર-લોખંડના પાઈપ સાથે ત્રણેય આરોપીઓની જિલ્લા ડીએસપીના સીધા માર્ગદર્શનથી અને સા.કુંડલા ડીવાયએસપી માવાણીની રૂબરૂ વીજીટથી પીઆઈ સનુરાએ ત્રણેય આરોપીને હથિયારો સહિત પકડી પાડવામાં પોલીસ સ્ટાફના રાઈટર રાહુલભાઈ, અજયભાઈ, ભરતભાઈ સહિત જોડાયા હતા. આ બનાવ અંગે મરણ જનારના ભાઈ લુણવીરભાઈ બદરૂભાઈ વાળાએ જાફરાબાદ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ ૩૦ર સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકોંગ્રેસે રાજુલા બેઠક માટે અંબરીશ ડેરને ટીકીટ આપી
Next articleચાઈલ્ડ ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા બાળદિન નિમિત્તે રેલી યોજાઈ