હોળી દહનમાં દોઢ હજાર મણ લાકડા હોમાઈ જશે

1250
gandhi1-3-2018-4.jpg

આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય સ્વરૃપે ઉજવાતા હોળીના તહેવારમાં લાકડા ગોઠવીને હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા માંનું પ્રજવલ્લન કરીને તેની પ્રદક્ષિણા ધર્મપ્રેમી જનતા કરતી હોય છે ત્યારે  હોળી જેવા પવિત્ર પર્વમાં લાકડા બાળીને હોલીકા માંને પ્રસન્ન કરવામાં ગાંધીનગરની ધર્મપ્રેમી જનતા દર વર્ષે દોઢ હજાર મણ જેટલા લાકડા બાળી દે છે. જો કે ગાંધીનગર વન વિભાગ તેમની પાસેથી રૃપિયાં તો વશલે છે પરંતુ વિભાગ ફક્ત કિવન્ટલ દિઠ ફક્ત ૧૧૦ રૃપિયા જ વશુલે છે.
હિન્દુ ગ્રંથો પ્રમાણે, હોલિકા માના ખોળામાં ભક્ત પ્રહલાદને રાખીને હોળી દહન કરવામાં આવી હતી તેમ છતા પ્રહલાદનો જીવ ગયો ન હતો ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ પરંપરા મુજબ હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે અને ધર્મપ્રેમીઓ તેના દર્શન કરીને તેની ફરતે પ્રદક્ષીણા ફરતા હોય છે જેના આધ્યાત્મિકની સાથે કેટલાક વૈજ્ઞાાનિક કારણો પણ છે ત્યારે આ પરંપરા પ્રમાણે ગાંધીનગરમાં પણ વર્ષોથી વનવિભાગ દ્વારા રાહતદરે લાકડાનું વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી વનવિભાગ દ્વારા લાકડાનું વિતરણ કર્યું ન હતું
જેના કારણે ધાર્મિક લાગણી દુભાઇ હતી અને મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો ત્યારે આ વખતથી પુનઃ રાહતદરે લાકડાનું વિતરણ કરવાનું શરૃ કર્યું છે આવતીકાલે ગાંધીનગરના સેક્ટર-૧૭માં ઘ-૪ પાસે આવેલી વનવિભાગની મુખ્ય કચેરીથી વસાહતીઓને હોલિકા દહન માટે લાકડાનું વિતરણ કરવામાં આવશે. 
હોલિકા દહનનું આયોજન કરનારા એક મંડળને વનવિભાગ દ્વાાર ૧૫ મણ જેટલું લાકડું આપશે. ત્યારે એક અંદાજ પ્રમાણે ગાંધીનગરમાં ૧૦૦ જેટલી જગ્યાએ હોલિકા દહન કરવામાં આવતું હોય છે. જેથી ગાંધીનગરમાં હોળીની રાત્રીએ અંદાજે ૧૫૦૦ મણ લાકડાં હોળીમાં હોમાઇ જશે તેમ કહી શકાય તો બીજીબાજુ મણે ૨૨ રૃપિયા દિઠ વનવિભાગ આયોજકો પાસેથી ૩૩૦૦ જેટલા રૃપિયા પણ વસુલશે.
ગાંધીનગર વન વિભાગના સુત્રો માંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આ વખતે વન વિભાગે ૩૦૦ ક્વિન્ટથી વધુ લાકડા હોળીમાં હોમવા માટે રીઝર્વ રાખ્યા છે. એટલુ જ નહીં, ગાંધીનગર વન વિભાગ ક્વિન્ટલ દિઠ ફક્ત ૧૧૦ રૃપિયા વશુલશે. ત્યારે એક બાજુ ધાર્મિક લાગણીમાં આતપ્રોત થયેલા નગરજનો હોળીમાં ઓછામાં ઓછા લાકડા બળે અને કુદરતી દેન વૃક્ષ અને પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ત્રણ-ચાર સેક્ટરો દિઠ એક હોળી પ્રગટાવી તેની પ્રદક્ષીણા અને દર્શન કરે તો શહેરની વનરાજી બચી શકે તેમ ગાંધીનગર જિલ્લા વનસંરક્ષક અતુલ અમિને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર આમ તો દરેક સમસ્યા પાછળ સરકારી તંત્ર પર માછલા ધોવે છે. ત્યારે ધર્મના નામે પ્રકૃતિને વધુ નુકસાન ન થાય અને પ્રદુષણ પણ અટકે તે જવાબદારી પણ નગરિકે નીભાવવી જોઇએ.

Previous article પાટનગરમાં ૩.૫૫ લાખ વાહન ૐજીઇઁ નંબર પ્લેટ વિહોણાં
Next article આજે હોળી, આવતી કાલે ધૂળેટીની કરાશે ઉજવણી