આજે હોળી, આવતી કાલે ધૂળેટીની કરાશે ઉજવણી

654
bhav1-3-2018-9.jpg

આજે કમળા હોળીના પ્રાગટ્ય સાથે ત્રણ દિવસના ફાગણ ઉત્સવનો આરંભ થયો છે. આજથી ત્રણ દિવસ સુધી શહેર-જિલ્લામાં વસંતોત્સવની ધૂમ મચશે.
વસંત ઋતુને વધાવવા માટે અને પ્રતિવર્ષની લોક પરંપરા અનુસાર આજે તા.ર૮-રના રોજ સાંજના સમયે કમળા હોળીની લોકો દ્વારા ઉજવણી કરવામાં તથા ગુરૂવારના રોજ હોળી દહન થશે અને શુક્રવારે રંગ મહાપર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. હોળી દહનનું શાસ્ત્રોક્ત મહત્વ પણ ખૂબ જ છે. હોળીની જ્વાળાઓમાં શ્રીફળ, ખજુર, ધાણી, કપુર, એલચી સહિતની સામગ્રી હોમવાનો રીવાજ છે. આ પદાર્થો હોમવાથી વાતાવરણ શુધ્ધ બને છે. હોળીની પ્રદક્ષિણા કરવાથી દિર્ઘઆયુ અને રોગ પ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ થતી હોવાનું શાસ્ત્રોએ જણાવ્યું છે. આથી લોકો જળ સાથે પ્રદક્ષિણાઓ કરે છે. ખાસ કરીને નવદંપતિઓ તથા નવજાત બાળકોને હોળીની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. ઉપરાંત હોળીની અગનજ્વાળાઓને સ્પર્શ કરાવેલ. પશુચારો પશુઓને આપવાની ઉજળી પરંપરા પણ આજે પણ અકબંધ છે. હોળી-ધૂળેટીનું પર્વ ગ્રામ્યકક્ષાએ વિશેષ મહત્વતા ધરાવે છે તથા રંગો દ્વારા ધૂળેટીની ઉજવણી પણ કરાશે.