કોંગ્રેસે રાજુલા બેઠક માટે અંબરીશ ડેરને ટીકીટ આપી

680
guj20112017-2.jpg

રાજુલા ૯૮ વિધાનસભાના કોંગ્રેસ પક્ષે ૧૪ ઉમેદવારોમાં અત્યારે છેલ્લી ઘડી સુધી અંદરોઅંદર ચાલતી હાઈકમાન્ડ પાસે ખુબ રસાકસી તેમાં ૧૪ દાવેદારોમાંથી છેલ્લે સુધી પીઠાભાઈ નકુમ અને ગત ધારાસભામાં પ૭ હજાર મતો ભાજપના જુવાળ નરેન્દ્ર મોદી મજીક હોવા છતા પ૭ હજાર મતો કોંગ્રેસમાંથી લઈ આવનાર બાબુભાઈ રામનું નામ છેલ્લી ઘડી સુધી બોલાતું હોય ત્યારે ખૂબ ઈન્તેજારીભર્યા વાતાવરણમાં કોંગ્રેસ હાઈકમાન્ડે અંબરીશભાઈ ડેર સાથે કળશ ઢોળતા કોંગ્રેસ છાવણી ગેલમાં આવી ગઈ અને અંબરીશભાઈએ કોઈને ફટાકડા ફોડવાની ના પાડી ખુશી આજે નહીં ૧૮ તારીખે સાથે મળીનું ઉજવશું તેવો મર્મ કરેલ અને ભગુડા મોંગલમાં ચરણે કલાકાર માયાભાઈ આહિર, ચેતનભાઈ ભુવા સાથે બહોળી સંખ્યામાં મોંગલ ધામે મોંગલ માના આશિર્વાદ લીધા હતા.