ચિલોડાનાં કેબિનમાંથી ચોરી, બે દુકાનોમાં પ્રયાસ

893
gandhi1192017-4.jpg

ગાંધીનગર શહેર તથા ન્યુ ગાંધીનગર વિસ્તારની સાથે સાથે જિલ્લાનાં નાના નગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરીનાં બનાવો સામે આવવા લાગ્યા છે. ચિલોડામાં નેશનલ હાઇ-વે ૮ને અડીને આવેલા ગલ્લા તથા દુકાનોને શુક્રવારની પુર્વ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં ગલ્લામાંથી ચોરી થઇ હતી. જયારે બે દુકાનોનાં તાડા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોરીને સાથે લઇ જઇ શકાય તેવી ચિજો મળી નહોતી. ચિલોડા પોલીસે ફરીયાદ નોંધીને દિશામાં તપાસ હાથ ધરી છે. 
ગાંધીનગર તાલુકાનાં શિહોલી મોટી ગામે રહેતા અશોકભાઇ સેંધાજી ઠાકોરની ચિલોડા સર્કલ પાસે હાઇ-વેને અડીને ચામુંડા ટી સ્ટોલ નામની કેબીન આવેલી છે. શુક્રવારની રાત્રે ૧૨ વાગ્યાથી સવારનાં ૭ વાગ્યા દરમિયાન ત્રાટકેલા તસ્કરો દુકાનનાં નકુચા તોડીને રોકડ તથા અન્ય સામાન મળીને કુલ રૂ. ૧૬૮૦ની મત્તા ચોરી ગયા હતા. જયારે તેમની પાસે આવેલી અજીતભાઇની દુકાનનું શટર તોડયુ હતુ તથા જેસંગભાઇ ચૌધરીનાં કારખાનાનું શટર તોડીને હાથફેરો કર્યો હતો. પરંતુ બંને દુકાનોમાંથી ચોરી શકાય તેવી કિમતી ચિજો મળતા નાની ચિજો ઉઠાવી ગયા હતા. શુક્રવારે સવારે ઘટના સામે આવ્યા બાદ ચિલોડા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અશોકભાઇએ ચોરીની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી પઠાણે દિશામાં તપાસ હાથ ધરી છે.

Previous article મોદી ગુજરાતને ૪ લાખ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે!
Next articleઅખિલ ભારતીય પ્રદર્શની બસ અભિયાનનું ગાંધીનગરમાં સ્વાગત