માર્ચ સુધી ટેકાના ભાવથી કપાસ, મગફળી ખરીદશે

647
guj30112017-3.jpg

ભાજપની ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાચી સોમનાથ ખાતે જંગી ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નિર્ણાયક સરકારને પરિણામે શાસનનો એક સેતુ નિર્માણ થયો છે. જેનો લાભ ગુજરાતની જનતાને મળી રહ્યો છે. ગુજરાતના વિકાસના કામો ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીના ગુજરાત પરત્વેના હકારાત્મક અભિગમને પરિણામે કુદકે ને ભુસકે આગળ વધી રહ્યા છે. ભગવાન સોમનાથ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે. સોમનાથને જોડતા માર્ગોની વણઝાર ઉભી થઈ છે. ગીર સોમનાથ જીલ્લાના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે નાણાંકીય ધોધ વહેવડાયો છે. સાગરખેડુતોઓના જીવન પરિવર્તન માટે ભાજપાએ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા સાગરખેડુ વિકાસ યોજના અમલી કરી છે. ગીર સોમનાથ કેસર કેરીને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન મળે તે માટે ના પ્રયાસો કર્યા છે. 
સોરાષ્ટ્રની ધરતી ભાજપા શાસનને પરિણામે આજે નંદનવન થઈ રહી છે. વિજય રૂપાણીએ ગીર-સોમનાથના પ્રાચી ખાતે જંગી જનમેદનીને સંબોધતા અને કોંગ્રેસના જુઠ્ઠાણાં અને ભ્રમનો ભુક્કો બોલાવતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપા સરકાર ખેડુતોના હિતને વરેલી છે. ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય ભાજપા સરકારે કર્યો છે અને કપાસ અને મગફળીના ટેકાના ભાવો સરકારે જાહેર કરીને તેને માર્ચ મહિના સુધી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ખેડુતોને વીજ કનેક્શનની વાત હોય, ખેતરોને વાડ કરવાની વાત હોય કે કૃષિધિરાણ અને કૃષિ વિમાની વાત હોય સરકાર કિસાન હિતમાં કામ કરી રહી છે. જ્યારે અવરોધ, જુઠ્ઠાણા, ગુજરાત વિરોધ એ કોંગ્રેસનું લક્ષણ છે જે ગુજરાત જાણી ગયું છે. આગામી દિવસોમાં તેનો ભાજપા તરફી મતદાન કરી જવાબ આપશે.