અમને કોઇ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે આતંકવાદી નથીઃ હાર્દિક પટેલ

803
guj30112017-7.jpg

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધારે જામતો જાય છે. વિજય રૂપાણીના ગઢ એવા રાજકોટમાં આજે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે સભાસ્થળ રાખવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી તરફથી સભાની મંજૂરી મળી નથી છતાં સભા થશે તેવી મક્કમતા પાસે કરી છે. હાર્દિક પટેલે સભામાં જણાવ્યું હતું કે, સિંહ જોવા ગીરમં નહીં રાજકોટમાં મહાક્રાંતિ સભામાં આવ્યો હોત જોવા મળત. આજે મને અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની યાદ અપાવી દીધી. અમે હવે કોઇ મંજૂરીથી ડરતા નથી. અહીં ભાઇ આજે મોરબીમાં હતા. અમને કોઇ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે આતંકવાદી નથી.હાર્દિક  સભામાં વધુ જણાવ્યું હતું કે, સમાજમાં ભાજપે ભાગલા પડાવ્યા, અમે સતા પહોંચ્યા છતાં અધિકારીની વાત કરી તો પણ અત્યાચાર કર્યો છે. નિર્દોષ યુવાનો પર કેસ કર્યા. કોંગ્રેસનો એજન્ટ કહેતા હોય તો છીએ. કારણ કે અમે આતંકવાદને તો સપોર્ટ કરતા નથી. અમારી જમીન લઇ લીધી છતાં યુવકોને એડમીશન મળતું નથી એટલે વિરોધ કરીએ છીએ ય ૧૮૨ નપુસંકને સતા સોંપી છે. મોંઘવારી વધી ગઇ છે. અમદાવાદનો રિવરફ્રન્ટનો જ વિકાસ થયો છે.રાજકોટ એટલે ગુંડાનો અડ્ડો, રાજકોટમા જમીન કબ્જે કરવાવાળાઓનો અડ્ડો છે. વ્યાજખોરોનો આતંક છે, રોજગારી નથી, ધંધો નથી, એટલે બપોરે ૨થી ૪ બંધ રાખવું પડે છે. વિજયભાઇ માત્ર પ્રવક્તા જ છે મુખ્યમંત્રી નથી. તમે સીએમ છો તો તમે રાજકોટ કેમ રહો છો. મને એમ કહે કે તુ છોકરો છે પણ હું દેખાડી દઇશ., કાર્યાલયે ભજીયા પાર્ટી કરી મતદારો ખરીદવાની વાત થાય છે. ગુજરાતમાં વિકાસ બતાવો તો આ આંદોલન બંધ કરી દઇશ.

અમારા નિર્દોષ યુવાનો પર કેસ કર્યા : હાર્દિક 
હાર્દિકે સભામાં વધુ જણાવ્યું હતું કે, સમાજમાં ભાજપે ભાગલા પડાવ્યા, અમે સતા પહોંચ્યા છતાં અધિકારીની વાત કરી તો પણ અત્યાચાર કર્યો છે. નિર્દોષ યુવાનો પર કેસ કર્યા. કોંગ્રેસનો એજન્ટ કહેતા હોય તો છીએ. 
કારણ કે અમે આતંકવાદને તો સપોર્ટ કરતા નથી. અમારી જમીન લઇ લીધી છતાં યુવકોને એડમીશન મળતું નથી એટલે વિરોધ કરીએ છીએ કારણ કે અમે પટલાણીના પેટના છીએ. ૯મી નવરા, ૧૪મીએ ચૌદશીયા અને ૧૮મી આપણી તારીખ છે.ય ૧૮૨ નપુસંકને સતા સોંપી છે. મોંઘવારી વધી ગઇ છે. અમદાવાદનો રિવરફ્રન્ટનો જ વિકાસ થયો છે.