મોદી ગુજરાતને ૪ લાખ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે!

1286
guj1092017-2.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સંપૂર્ણ ધ્યાન હવે તેમના વતન રાજ્ય ગુજરાત પર કેન્દ્રિત થઇ ગયુ છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હવે મોદી ભેંટનો વરસાદ કરવાની તૈયારીમાં છે. ગુજરાતન ભેંટ અનને સૌગાતો આપવાની શરૂઆત મોદી આગામી સપ્તાહથી કરનાર છે. વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત થતા પહેલા તેઓ ગુજરાતને વડાપ્રધાન તરીકે કેટલીક મોટી ભેંટ આપનાર છે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ મોદી આગામી ૩૦ દિવસના ગાળામાં જ ગુજરાતમા ત્રણ વખત પહોંચનાર  છે. આ ગાળા દરમિયાન મોદી ગુજરાતને ચાર લાખ કરોડથી વધુના પ્રોજેક્ટની ભેંટ આપનાર છે. ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. તારીખની જાહેરાત થયા બાદ કોઇ પણ નિતી વિષયક નિર્ણય લઇ શકાશે નહીં. આવી સ્થિતીમા વહેલીતકે એક પછી એક નિર્ણયની જાહેરાત લોકો માટે કરવામાં આવનાર છે. તારીખની જાહેરાત કરવામાં આવ્યાબાદ ગુજરાતમાં આંચારસંહિતા લાગુ થઇ જશે.  ત્યારબાદ કોઇ જાહેરાત કરી શકાશે નહી. ગુજરાતન સૌગાતો આપવાની શરૂઆત મોદી આગામી સપ્તાહથી કરશે. તેઓ જાપાનના વડાપ્રધાન શિન્જો આબેની સાથે ૧૨મી સપ્ટમ્બરના દિવસે બે દિવસના પ્રવાસે ગુજરાત પહોંચનાર  છે. તેમાં તેઓ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ માટે આધારશીલા મુકશે. ભૂમિ પુજન વિધી થશે. આ હાલમાં એક લાખ કરોડનો પ્રોજેક્ટ છે. આમાં જાપાન પણ રોકાણ કરનાર છે. આ પ્રવાસ બાદ મોદી ચાર દિવસ બાદ  ફરી ૧૭મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની યાત્રા કરશે. એ જ દિવસે તેમના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે. આ ખાસ પ્રંસગે તેઓ સરદાર સરોવર બંધ પ્રોજેક્ટની આધારશીલા મુકનાર છે. આ આશરે ૫૦ હજર કરોડનો પ્રોજેક્ટ છે. આ ઉપરાંત એ જ દિવસે તેઓ ૫૦ હજાર કરોડની બીજી વિકાસ યોજનાઓ માટેની શરૂઆત કરાવાશે. તેમના જન્મદિવસના પ્રસંગે ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારબાદ તેઓ બીજી ઓક્ટોબરના દિવસે ગાંધી જંયતિના પ્રસંગે પોરબંદરમાં એક જનસભાને સંબોધન કરનાર છે. તે જ દિવસે તેઓ રાજ્યમાં આશરે એક લાખ કરોડના પ્રોજેક્ટની આધારશીલા મુકશે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ત્રેણય પ્રવાસમાં આશરે ચાર લાખ કરોડ રૂપિયાની વિકાસ પરિયોજના શરૂ કરવામાં આવનાર છે. ગુજરાતની સાથે સાથે વર્ષના અંતમાં હિમાચલપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જો કે ગુજરાત ભાજપ માટે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે. કારમ કે તે મોદીના વતન રાજ્ય તરીકે છે. મોદી ૧૧મી સપ્ટેમ્બરના દિવસે દેશના તમામ યુવાનોની સાથે સીધી રીતે વાત કરનાર છે. તેમને સંબોધન કરનાર છે. વિવેકાનદ જંયતિના પ્રસંગે તેઓ વિજ્ઞાન ભવનમાંથી દેશની તમામ યુનિવર્સિટી સાથે જોડાશે. તમામ યુનિવર્સિટી પોત પોતાની કોેલેજોમાં આ કાર્યક્રમને લાઇવ પ્રસારિત કરવા માટે ખાસ વ્યવસ્થા કરી રહી છે. મોદી કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવનાર પ્રશ્નોના જવાબ પણ આપશે. નરેન્દ્ર મોદી હવે ગુજરાતમાં વધારે આક્રમક પ્રચાર કરવા માટે પણ તૈયાર છે. મોદીની સાથે સાથે ટોપના કેન્દ્રિય પ્રધાનો પણ ગુજરાતમાં પહોંચનાર છે. કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ આ વખતે પ્રચારમાં લાગી ગઇ છે. આવી સ્થિતીમાં ભાજપે પણ હવે કમર કસી લીધી છે. ચૂંટણી કાર્યક્રમ પહેલા ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. 
હાલમાં જ કેબિનેટમાં ધરખમ ફેરફાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગવર્નેન્સ અને ડિલિવરી એટલે કે શાસન અને સામાન્ય લોકોને આનાથી થનાર લાભના સ્તર પર કઠોર વલણ અપનાવવાનો નિર્ણય કર્યો હતો.  મોદીએ હવે પ્રધાનો માટે ટાર્ગેટ નક્કી કરીને તેમને મોટી જવાબદારી આપી દીધી છે. ૧૦૦ દિવસ બાદ તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવનાર છે. તમામને લોકલક્ષી યોજનાને અસરકારકરીતે લોકો સુધી પહોંચાડી  દેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ પ્રધાનોને કહ્યુ છે. ગુજરાતમાં પણ તમામ યોજનાના લાભ લોકો સુધી પહોંચે તે માટે સંબંધિતોને કહેવામાં આવ્યુ છે.

Previous article ગુજરાતની નદીઓનું પાણી વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાઓને અટકાવશે
Next articleચિલોડાનાં કેબિનમાંથી ચોરી, બે દુકાનોમાં પ્રયાસ