ઘોઘા તાબેના ભીકડા ગામેથી ઘોઘા પોલીસ સ્ટાફે ઈંગ્લીશ દારૂ-બિયર સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘા પોલીસ મથકના એમ.એસ. ગોહિલ, ગીરીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ્ અને મહાવિરસિંહ વાઢેરે ઘોઘાના ભીકડા ગામે બાતમી રાહે રેડ કરી ઉકરડામાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧પ અને બિયરના ટીન નંગ-૩ કિ.રૂા.૪૮૦૦ના મુદ્દામાલ સાથે મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જસવંતસિંહ ગોહિલની ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.