યુવા ટાઉનહોલ કાર્યક્રમ દ્વારા અમીત શાહ તા.૧૦મીએ યુવાનોને સંબોધશે

714
bhav962017-5.jpg

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ પણ સોશ્યલ મિડીયાના ઉપયોગ થકી રાજ્યના ૧ લાખથી વધુ યુવાઓને સંબોધી પ્રશ્નોત્તરી કરશે ભાવનગર શહેર ભાજપ દ્વારા છાપરૂહોલ ખાતે આગામી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ ‘યુવા ટાઉનહોલ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૦ના રોજ યોજાનાર યુવા ટાઉનહોલ કાર્યક્રમ અન્વયે શહેર ભાજપ કાર્યાલયે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ દર્શક ઠાકર, સાંસદ ભારતીબેન શિયાળ તથા અન્ય હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપી હતી. આ અંગે વિસ્તૃત માહિતી આપતા ઠાકરએ જણાવ્યું હતું કે ૧૦મી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અમદાવાદથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યભરના એક લાખથી વધુ યુવાનોને સંબોધશે તેમજ તેઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરશે. વોટ્‌સઅપ, ફેસબુક તથા ટ્‌વીટરના માધ્યમથી યુવાઓ પ્રશ્ન રજુ કરશે સમગ્ર દેશ માટે ગુજરાત વિકાસનુે રોલ મોડેલ રાજ્ય બન્યુ છે. ત્યારે દેશના વિકાસમાં યુવાઓનો સર્વાધીક ફાળો છે માટે એપીના પ્રશ્નોને વાચા આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યંુ છે. આ કાર્યક્રમને લઈને શહેર ભાજપ સનત મોદી યુવા મોર્ચા પ્રમુખ કુલદિપસિંહ ચુડાસમાં સહિતનાઓએ તડામાર તૈયારી આરંભી છે.