આજથી શહેર જિલ્લામાં નર્મદા મહોત્સવનો પ્રારંભ

859
bhav962017-6.jpg

ભાવનગર શહેર તથા જિલ્લામાં આજથી નવ દિવસ દરમ્યાન નર્મદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉત્સવ દરમિાયન નર્મદા રથનું સ્વાગત સાથે વિવિધ વોર્ડમાં ફરિ. નર્મદા ડેમ સંદર્ભે લોકોને માહિતગાર કરવામાં આવશે આ ઉત્સવ અંતર્ગત સત્તાવાળ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી  છે.કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૬-૯ થી ૧૭-૯ દરમ્યાન નર્મદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે તા.૧૭ના રોજ ડભોઈ ખાતે વડાપ્રધાનની ઉપસ્થઇતીમાં નર્મદા યોજના લોકાર્પણ સાથે મહોત્સવનું સમાપન થશે.
ભાવનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના પ્રધાન આત્મારામભાઈ પરમારની ઉપસ્થિતી વચ્ચે આજે સવારે ૯ કલાકે નર્મદા રથનું આગમન થશે જેનું જશોનાથ ચોક ખાતે મેયર નિમુબેન બાંભણીયા મ્યુ.કમિશ્નર કોઠારી શહેર ભાજપ પ્રમુખ સનત મોદી સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સુરેશ ધાંધલ્યા સહિતના હોદ્દેદારો તથા મહા.પાના અધિકારી પદાધિકારી ગણની ઉપસ્થિતી વચ્ચે નર્મદા રથનું સ્વાગત કરવામાં આવશે.
આ રથ સવારે શહેરના ૬ નંબરના તખ્તેશ્વર વોર્ડ રૂપાણી સર્કલ વિસ્તારમાં ફરશે જેમાં જશોનાથ સર્કલ, પાનવાડી ચોક, પીલગાર્ડન તાલુકા પંચાયત કચેરી કાળાનાળા, કાલુભા રોડ, સહકારી હાટ, વાઘાવાડી રોડ સેન્ટ્રલ સોલ્ટ તથા આતાભાઈ ચોક વિસ્તારમાં એ જ રીતે તા.૭ના રોજ વોર્ડ નં.૧૩ ઘોઘા સર્કલ વિર મોખડાજી સર્કલમાં સવારે ૯ થી ૧ જેમાં ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, મત્રેશ કોમ્પ્લેક્ષ અખીલેશ સર્કલ, શિવાજી સર્કલ, શિતળા માતાના મંદિર, ફાતિમા કોન્વેન્ટ પીરછલ્લા ક્રેસંટ સર્કવ વિસ્તારમાં, તા.૮ના રોજ સવારે ૯ થી ૧ સરદારનગર ઉત્તર સરદારનગર સર્કલ વિસ્તારમાં આજદિને બપોરે ૩ થી ૭ દક્ષિણ સરદારનગર દુઃખીશ્યામ બાપા સર્કલ વિસ્તાર તા.૯ના રોજ કાળીયાબિડ સિદસર દિલબહાર ટાંકી વિસ્તાર બપોરે ૩ થી ૭ દરમ્યાન વડવા અ જ્વેલ્સ સર્કલમાં તા.૧૦ના રોજ વોર્ડ નં. ૧ ચિત્રા, ફુલસર, નારી ગામમાં બપોરે ૩ વાગ્યાથી બોરતળાવ બાલવાટીકા વિસ્તાર તા.૧૩ના રોજ વડવા બ અલકા ટોકીઝ તથા તા.૧૪ના રોજ ઉત્તર કૃષ્ણનગર રૂવા રવેચી માનું મંદિર બપોરે કરચલીયા પરા પ્રભુદાસ તળાવ ચોક સહિતના વિસ્તારોમાં આ રથ ફરશે આ રથયાત્રા સાથે બે વોર્ડ સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ નર્મદા નદી, તથા ડેમ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બાઈક સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.