પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ

779
guj15112017-9.jpg

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ જારી કરવામાં આવ્યુ  હતુ. આની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. ઉમેદવારી પત્રો ૨૧મી નવેમ્બર સુધી ભરી શકાશે. જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધી વધારે ઝડપી બની ગઇ છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જોરદાર પ્રચાર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી તૈયાર છે. પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાઓને આવરી લેતી વિધાનસભાની ૮૯ સીટ પર મતદાન થનાર છે.
 પહેલા તબકકામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર,બોટાદ. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૫મી ઓક્ટોબરના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો.ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગોવા બાદ હિમાચલ અને ગુજરાત એવા રાજ્ય બની ગયા છે જ્યાં ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. પ્રદેશમાં ૧૦૦ ટકા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવશે. વીવીપેટ ઉપરાંત હાઈપ્રોફાઇલ ગુજરાત ચૂંટણી માટે અન્ય કેટલાક પગલા પણ લેવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં નજર રાખવા માટે અને પેમેન્ટ સુધીમાં આઈટીનો ઉપયોગ કરવામાં આવશે.પ્રથમ તબકકામાં જે ૮૯ જેટલી બેઠકો માટે મતદાન ૯ ડીસેમ્બરના રોજ હાથ ધરવામા આવશે રાજય ચુંટણી પંચ દ્વારા આજે  જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યા બાદ ૧૪ થી ૨૧ નવેમ્બર દરમિયાન ઉમેદવારી પત્ર ભરી શકાશે.જયારે ૨૨ નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામા આવશે.૨૪ નવેમ્બર સુધીમા ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે.બીજા તબકકામાં ૯૩ બેઠકો માટે જાહેરનામુ ૨૦ નવેમ્બરના રોજ બહાર પાડવામા આવશે. ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર છે. કારણ કે આ રાજ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય તરીકે છે. ગુજરાતમાં મોદીની ગેરહાજરીમાં ચૂંટણી થઇ રહી છે. છેલ્લી ચૂંટણીમાં મોદી નેતૃત્વ કરી રહ્યા હતા. આ વખતે ભાજપ ,કોંગ્રેસે તાકાત લગાવી છે. 

પ્રથમ ચરણનો કાર્યક્રમ…
• પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લામાં ૮૯ સીટ પર મતદાન
•     પ્રથમ તબક્કામાં ૨.૧ કરોડ મતદારો મતદાન કરશે
• ૧૪મી નવેમ્બરના દિવસથી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત
•     ૨૧મી નવેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ રહેશે
• ૨૨મી નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે
• ૯મી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતતદાન થશે

Previous articleચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરમાં આજથી કન્ટ્રોલ રૂમ કાર્યરત
Next articleજાફરાબાદ તાલુકા રાજપૂત મહાસંઘ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ કરાયો