જાફરાબાદના પાંચ ગામના ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની જાહેરાત

693
guj16112017-1.jpg

જાફરાબાદના દુધાળા ખેડૂતો દ્વારા ૧૪ તારીખના એલ્ટીમેટમ પ્રમાણે ફરીથી નેશનલ હાઈવે ૮-ઈ ચક્કાજામ કરાતા તંત્રમાં તાબડતોબ દોડાદોડી મામલતદાર ચૌહાણ ફરી પાછા સ્થળ પર પણ નેશનલ ઓથોરીટીનો કોઈ જવાબ ન મળતા દુધાળા ગામનો ચૂંટણી મતદાનનો બહિષ્કારના ૧૦૦ ટકા નિર્ણય સાથે આંદોલન મોકૂફ રખાયું હતું.
જાફરાબાદના દુધાળા નેશનલ આઠ-ઈના કાચા બની ગયેલ રોડની ધૂળની ડમરીઓથી આજુબાજુના પાંચ ગામોના ખેડૂતો દ્વારા તા.૬-૧૧-ર૦૧૭ના રોજ ડેપ્યુટી કલેક્ટર ડાભીને આવેદનપત્ર આપેલ કે આગામી તા.૧૪-૧૧ સુધીમાં નેશનલ હાઈવેની ઉડતી ધૂળ બંધ કરવા રોડ તાત્કાલિક બનાવે પણ નેશનલ ઓથોરીટીના અધિકારીની મનસ્વી રીતથી કોઈ જવાબ ન મળતા રોડ ચક્કાજામ થતા મામલતદાર ચૌહાણ અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે ગામ લોકોની શાંતિ બેઠક મળી પણ નેશનલ હાઈવેના અધિકારીએ ગામ લોકો ખેડૂતોની માંગ માત્ર ધૂળ ન ઉડવા જ આંદોલન કરેલનો ઉકેલ ન મળતા રાજુલા પ્રાંત ડાભીને તા.૬-૧૧ના રોજ આ બાબતે આવેદનપત્ર આપેલ અને તા.૧૪-૧૧-ર૦૧૭ના રોજ ફરી પાછુ પ્રશ્નનો નિકાલ નહીં થાય તો નેશનલ હાઈવે ફરી પાછો ચક્કાજામ કરીશુ અને ગઈકાલે તા.૧૪ના રોજ દુધાળા ગામ સમસ્ત ખેડૂતોએ બહોળી સંખ્યામાં મામલતદાર ચૌહાણ જાફરાબાદ સહિત પોલીસના કાફલા સાથે આવી પહોંચ્યા અને આ નેશનલ ઓથોરીટીનો પ્રશ્ન છે. તમારે ગામ લોકોએ સમજવાનું છે એટલે ગામ આગેવાનો ખેડૂતો દ્વારા આખરી નિર્ણય લેવાયો છે કે આંદોલન સમેટી લઈએ અને આગામી ચૂંટણીના બહિષ્કાર મંજુર એટલે એક સાથે તમામ ખેડૂતો દ્વારા મતદાનનો બહિષ્કાર સર્વાનુમતે મંજુર કરે લડી એટલે કોઈ અધિકારીઓએ રાજકિય નેતાઓએ અમારા ગામમાં આવવું નહીં તેવા બેનરો લગાડાશે.

Previous articleજાફરાબાદ તાલુકા રાજપૂત મહાસંઘ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ કરાયો
Next articleજિલ્લા જેલમાં હાસ્યરસ કાર્યક્રમ